Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

અમરેલીના બહારપરા વિસ્‍તારમાં દારૂ સાથે હિતેષ રાઠોડ ઝડપાયો : ૨ની શોધખોળ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૩ : ભાવનગર રેન્‍જ આઇ.જી. ગૌતમ પરમાર અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ તથા ઇન્‍ચાર્જ પોલીસ અધિક્ષક હરેશ વોરાની સુચનાથી હિતેષ રામદાસભાઇ રાઠોડ (ઉવ.૨૨) રહે. અમરેલી, બહારપરા, રામાપીરના મંદિરે સામે, તા. જિ. અમરેલીની ૧૧૦ બોટલ દાર સાથે ધરપકડ કરી છે. જ્‍યારે ટીનુ ભીમજીભાઇ ચાવડા, રહે. અમરેલી અને અજય રહે .સુરતની શોધખોળ હાથ ધરાઇ છે.

આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. એ.એમ.પટેલ, પો.સ.ઇ. એમ.બી.ગોહિલ, પો.સ.ઇ.શ્રી એમ.ડી.સરવૈયા, અમરેલી એલ.સી.બી.ના પો.કોન્‍સ. રાહુલભાઇ ઢાપા, ભાવિનગીરી ગૌસ્‍વામી, નિકુલસિંહ રાઠોડ, તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.

(1:16 pm IST)