Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

અમરેલીમાં ચોરાઉ મોબાઇલ સાથે ભરત સોલંકી ઝડપાયો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા., ૩: ભાવનગર રેન્‍જ આઇજી શ્રી ગૌતમ પરમાર અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહની સુચનાથી ચોરાઉ મોબાઇલ સાથે ભરત જેરામભાઇ સોલંકી ઉ.વ.૩પ રહે. ચલાલા, ધારી રોડ, રેલ્‍વે ફાટક પાસે તા.ધારી જી. અમરેલીને  કિ. રૂા. પ૦૦૦નો મુદામાલ સાથે ઝડપી લીધો છે.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલસીબી પોલીસ ઇન્‍સ. શ્રી એ.એમ.પટેલ પો.સ.ઇ. એમ.બી.ગોહીલ, પો.સ.ઇ. એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલસીબીના એએસઆઇ બહાદુરભાઇ વાળા તથા હેડ કન્‍સ. આદિત્‍યભાઇ બાબરીયા તથા પો.કોન્‍સ. શિવરાજભાઇ વાળા, લીલેશભાઇ બાબરીયા, વિનુભાઇ બારૈયા, તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.

(2:00 pm IST)