Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

બાબરાના ખાખરીયામાં મારમારીને જ્ઞાતિ-પ્રત્‍યે હડધુત કરતા ફરિયાદ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૩ : બાબરા તાલુકાના ખાખરીયામાં રેખાબેન પુનાભાઇ ચાવડા (ઉવ.૫૦) તેમજ તેમના કુંટુંબીઓને મનોજ ઉકાભાઇ સરખેલીયા, રવજી કરશનભાઇ ભાતીયાએ પાઇપ વડે મારમારી જ્ઞાતિ પ્રત્‍યે હડધુત કર્યાની બાબરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જ્‍યારે સામાપક્ષે મુનાભાઇ ઉર્ફે, મનોજભાઇ ઉકાભાઇ સરખેલીયા (ઉવ.૩૮)એ રેખાબેન પુનાભાઇ, ભાનુબેન રમેશભાઇ, ચંપાબેન હાદાભાઇને ભાગવી રાખેલ વાડીએ મજુરી માટે બોલાવેલ ન હોય. તેમ છતાં કોઇ પણ પ્રકારની મંજુરી વગર વાડીએ આવી બોલાચાલી કરી ગાળો બોલી એકબીજાએ મદદગારી કર્યાની બાબરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે

ધમકી

બગસરા તાલુકાના સમઢીયાળા ગામે સગીરાને ધારી પ્રમપરાના પંકજ વશરામભાઇ દાફડા તેમજ એક અજાણ્‍યા શખ્‍સ પ્રાથમિક શાળા પાસે આવી ધમકી આપી થોડી વાર પછી મુકી જઇશુ. તેમ બહાનુ કરી બાઇકમાં બેસવાની ના પાતા પરિવારના સભ્‍યો મારી નાખવાની ધમકી આપી અપહરણ કર્યાની સગીરાના પિતાએ બગસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મોબાઇલની ચોરી

લાઠી તાલુકાના નારાયણનગર ગામે કરણભાઇ દિલીપભાઇ માલચડીયા ઉવ.૨૫ કરિયાણાની દુકાને વસ્‍તુની ખરીદી કરવા ગયેલ ત્‍યારે ઓપો કે. ૧૫ એસ.મોડલનો મોબાઇલ રૂા. ૭૦૦૦ ની કિંમતનો કોઇ ચોરી ગયાની દામનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ચોરી

સાવરકુંડલા એસટી ડેપોમાં મુસ્‍તુફાભાઇ ફકરૂદીનભાઇ લોકાટ ઉવ.૪૧ રહે. સાવરકુંલા તેના મામા-મામીને બસમાં બેસાડવા ગયેલ તે દરમ્‍યાન ૨૮/૨ના સવારે વીવો વી ૨૫ પ્રો મોબાઇલ રૂા. ૨૦,૦૦૦ની કિંમતનોખ કોઇ ચોરી ગયાની સાવરકુંડલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(1:20 pm IST)