Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

અમરેલી પોલીસ દ્વારા અમીત સોલંકી પાસા હેઠળ જેલ હવાલે

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૩ : ભાવનગર રેન્‍જ આઇ.જી.ગૌતમ પરમાર અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહની સુચનાથી ઘરફોડ ચોરીઓના ગુનાઓ કરતા ઇસમ અમીત વિજયભાઇ સોલંકી, ઉ.વ.ર૦, રહે. ચલાલા, તા. ધારી, જિ. અમરેલી વિરૂધ્‍ધ પુરાવાઓ એકઠા કરી પાસા દરખાસ્‍ત તૈયાર કરી, પોલીસ અધિક્ષક અમરેલીનાઓ મારફતે જિલ્લા મેજીસ્‍ટ્રેટશ્રી, અમરેલીનાઓ તરફ મોકલી આપેલ છે.

જેથી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. શ્રી એ.એમ.પટેલ તથા એલસીબી ટીમ દ્વારા અમીત વિજયભાઇ સોલંકીને પાસા વોરંટની બજવણી કરી, અમદાવાદ મધ્‍યસ્‍થ જેલ ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપેલ છે.

(1:20 pm IST)