Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

સાવરકુંડલાથી ઊંઝા એસ.ટી. બસ શરૂ કરો જનતાની માંગ

 (ઈકબાલ ગોરી દ્વારા)સાવરકુંડલા તા.૩ :    સાવરકુંડલાથી ઊંઝા એસ ટી બસ શરૂ કરવા મુસાફર વર્ગ માંથી માગ ઉઠવા પામી છે.

  ઊંઝા ડેપો ની એસ ટી બસ સાવરકુંડલા થી ઊંઝા વહેલી સવાર ઉપડતી હતી તે સાવરકુંડલા ઊંઝા એસ ટી બસ કોઈ કારણોસર હાલ બંધ કરી દેવા માં આવેલ છે આ ઊંઝા સાવરકુંડલા જનતા માટે ખૂબ સુંદર સગવડતા વાળી હતી અને મુસાફરો ના ટ્રાફિક થી ધમ ધમતી હતી તો તે સાવરકુંડલા ઊંઝા એસ.ટી. બસ સાવર કુંડલા થી અથવા ઊંઝા થી શરૂ કરવા મુસાફરો માંથી પ્રબળ માગ ઉઠવા પામી છે તેમ સોશિયલ મીડિયાના કન્‍વીનર સતીષ મહેતાની અખબારી  યાદી જણાવેલ હતું.

(1:22 pm IST)