Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

જામનગરમાં પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિકનો ઉપયોગ બંધ કરાવવા મહાનગરપાલિકાની ઝુંબેશ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા.૩ : પર્યાવરણ  માટે સૌથી વધુ નુકશાનકારક એવા પ્‍લાસ્‍ટિકનો ઉપયોગ ઘટાડવા અંગેના કેન્‍દ્ર સરકારના જાહેરનામા અનુસંધાને હાલે ૧ર૦ માઈક્રોન સુધીના તમામ પ્‍લાસ્‍ટિક ઝબલા સહિતની વસ્‍તુઓનો ઉપયોગ બંધ કરવાનો રહેતો હોય, આ જાહેરનામાની અમલવારી ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા ધ્‍વારા  ૧ર૦ માઈક્રોન સુધીના તમામ પ્‍લાસ્‍ટિક ઝબલા સહિતની વસ્‍તુઓનો ઉપયોગ બંધ કરવા ચાર ટીમો મારફત કડક ઝુબેંશ હાથ ધરવામાં આવેલ. જેમાં શહેરના અલગ અલગ વિસ્‍તારોના કુલ-૧૯ ધંધાર્થી /વેપારીઓ પાસેથી ૧૬ કિલોગ્રામ પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક જથ્‍થો જપ્ત કરવામાં આવેલ, તેમજ રૂા.૯૫૦૦/- નો દંડ વસુલ લેવામાં આવેલ.

આગામી સમયમાં આ ઝુબેંશ વધુ સઘન બનાવી જપ્તીકરણ / દંડનાત્‍મક કાર્યવાહી ઉપરાંત ડીફોલ્‍ડરોની મિલ્‍કતો સીઝ કરી, ફોજદારી રાહે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેની દરેક વેપારીઓ / વિક્રેતાઓ / ધંધાર્થીઓ/દુકાન ધારકોને જામનગર મહાનગરપાલિકા ધ્‍વારા તાકીદ કરવામાં આવે છે. 

(1:49 pm IST)