Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

જામનગરમાં નોકરી છોડી દેવા ધાક-ધમકી આપતા ચોકીદારે ઝેરી દવા ગટગટાવી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૩: અહીં સીટી બી પોલીસ સ્‍ટેશનમાં અબ્‍દુલભાઈ સલીમભાઈ જોખીયા, ઉ.વ.ર૮, રે. ગુલાબનગર, રવિપાર્ક, શકિત ડેરીવાળી શેરીવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, રવિપાર્ક, ગુરૂકૃપા પાનની આવેલ ચોકડી પાસે ફરીયાદી અબ્‍દુલભાઈ સંજયભાઈ પ્રજાપતિને ત્‍યાં ચોકીદારીનું કામ કરતા હોય અને આરોપી હાજી શેરમામદ દોદાણી ફરીયાદી અબ્‍દુલભાઈના શેઠ વિરૂઘ્‍ધ મહાનગારપાલિકા તથા કલેકટર ઓફીસમાં બાંધકામ બાબતેની ખોટી અરજી કરતા હોય અને ફરીયાદી અબ્‍દુલભાઈ ત્‍યાં ચોકીદારીની નોકરીનું કામ કરતા હોય જે બાબતેનો ખાર રાખી ફરીયાદી અબ્‍દુલભાઈને ચોકીદારીની નોકરી મુકી દેવાનું કહેતા જે બાબતે ફરીયાદી અબ્‍દુલભાઈએ ના પાડતા આરોપી હાજી શેરમામદ એકદમ ઉશ્‍કેરાઈ જઈ ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદી અબ્‍દુલભાઈને મનમાં ખોટું લાગી આવતા પોતે પોતાના હાથે મચ્‍છર મારવાનું ઓલઆઉટ પી જતા ગુનો કરેલ છે.

કાલમેઘડા ગામે મહિલાને માર માર્યો

અહીં કાલાવડ ગ્રામ્‍ય પોલીસ સ્‍ટેશનમાં શીતલબા જયરાજસિંહ ગોહીલ, ઉ.વ.૧૮, રે. કાલમેઘડા ગામવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, કાલમેઘડા ગામે મોરીદળના રસ્‍તે આવેલ તળાવ પાસે રોડ પર ફરીયાદી શીતલબા તથા તેમના બહેન હેતલબેન બંન્‍ને વાડીએથી ઘરે જતા હોય ત્‍યારે રસ્‍તામાં આ આરોપીઓ દેવાભાઈ કાળુભાઈ મકવાણા, કાળુભાઈ ચનાભાઈ મકવાણા, જયશ્રીબેન કાળુભાઈ મકવાણા એ પોતાની યુટીલીટી ગાડી લઈને સામેથી આવેલ અને ફરીયાદી શીતલબાને જોઈને આરોપી દેવાભાઈ કાળુભાઈ મકવાણા  જોર જોરથી ગાડીનુ હોર્ન વગાડેલ અને ફરીયાદી શીતલબા સાઈડમાં જવામાં મોડુ થતા આરોપીઓ ફરીયાદી શીતલબાને  તથા તેમના બહેન હેતલબેનને જેમફાવે તેમ ભુંડી ગાળો બોલી એકસંપ કરી ઢીકાપાટુનો માર મારી મુંઢ ઈજાઓ પહોંચાડી નિર્લજ મસ્‍કરી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે.

કારખાનામાં ગેરકાયદેસર પ્રવેશ કરતા બઘડાટી

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં હરીશભાઈ કાનજીભાઈ ખેતાણી, ઉ.વ.પ૮, રે. જોગસપાર્ક પાસે, વિમાર્ટ વાળી ગલીવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, નાગેશ્‍વર ઢોલીયા પીરની દરગાહની સામે વિજય ટાઈલ્‍સ નામના કારખાનાની સામે ફરીયાદી હરીશભાઈ પોતાના કારખાને જતા હોય ત્‍યારે આરોપી ચીરાગ તથા એક અજાણ્‍યો છોકરાએ ફરીયાદી હરીશભાઈની ઓરડીની બહાર નીકળતા જોઈ જતા ફરીયાદી હરીશભાઈએ તે બાબતે પુછતા બંન્‍ને છોકરા બોલાચાલી કરવા લાગેલ આરોપી અજાણ્‍યા છોકરાએ ફરીયાદી હરીશભાઈને પકડી રાખી તથા આરોપી ચીરાગ તેની માતા મુકતાબેન પ્રવિણભાઈ ડોણાસીયા ને બોલાવી બધાએ સાથે મળી ફરીયાદી હરીશભાઈને જેમફાવે તેમ ભુંડી ગાળો આપી શરીરે ઢીકાપાટુનો મારમારી મુંઢ ઈજા પહોંચાડી જતા જતા આરોપી મુકતાબેનએ ફરીયાદી હરીશભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે.

જુગાર રમતી ત્રણ મહિલા ઝડપાઈ

અહીં સીટી એ પોલીસ સ્‍ટેશનમાં હેડ કોન્‍સ. ભગીરથસિંહ જયવીરસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, વાઘેરવાડો, ફકીરવાડો ચોક, આરોપી જીલુબેન અલારખાભાઈ ઉમરભાઈ ખફી ના રહેણાક મકાન પાસે સ્‍ટ્રીટલાઈટના અજવાળે અન્‍ય આરોપી મહિલા હંસાબેન ધનજીભાઈ પ્રેમજીભાઈ પરમાર, મુમલબેન ઈસ્‍માઈલભાઈ હુશેનભાઈ ખફી એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૧૦,૭૩૦/ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

એમ્‍યુઝમેન્‍ટ પાર્ક પાસે દારૂ સાથે ઝડપાયો

અહીં સીટી સી પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. કલ્‍પેશભાઈ પ્રતાપભાઈ ઠાકરીયાએ ફરીયાદ નોંધાવી છે કે, એમ્‍યુઝમેન્‍ટ પાર્ક પાછળ આવેલ કૃષ્‍ણનગર સોસાયટીમાં આરોપી વિરલ ઉર્ફે વિડી વિજયભાઈ દુધરેજીયા એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્‍જામાં ભારતીય બનાવટની ઈગ્‍લીશ દારૂની બોટલ નંગ-૧, કિંમત રૂ.પ૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

પીઠડ ગામેથી દારૂ ઝડપાયો : આરોપી ફરાર

જોડીયા પોલીસ સ્‍ટેશનમાં હેડ કોન્‍સ. વિક્રમભાઈ વિભાભાઈ બકુત્રા એ ફરીયાદ નોંધાવી છે કે, પીઠડ ગામના સ્‍મશાનની પુર્વ તરફની દિવાલ પાસે, આરોપી સહદેવભાઈ મનસુખભાઈ કુંભારવાડીયાએ ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્‍જામાં ભારતીય બનાવટની ઈગ્‍લીશ દારૂની બોટલ નંગ-ર૧, કિંમત રૂ.૧૦,પ૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી સહદેવભાઈ મનસુખભાઈ કુંભારવાડીયા ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માનતા ઉતારવા જતા યુવાનનું અજાણ્‍યા વાહન ચાલકે હડફેટે લેતા મોત

લાલપુર પોલીસ સ્‍ટેશનમાં કૈલાશભાઈ નરશીભાઈ વાઘેલા, ઉ.વ.૩ર, રે. ગોકુલનગર, રડાર રોડ, શેરી નં.૮/૪ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી કૈલાશભાઈના મોટાબાપુના દિકરા મરણજનાર વિરમભાઈ ચનાભાઈ વાઘેલા, ઉ.વ.૩પ વાળા તેની બહેન તથા તેના દિકરા સાથે માનતાએ ચાલીને જતા હોય ત્‍યારે લાલપુર રોડ પર લોઠીય ગામના પાટીયાથી લાલપુર તરફ થોડે દુર મામાદેવના મંદિરની બાજુમાં રોડ પર પહોંચતા આ વખતે પાછળથી આવતા એક સફેદ જેવા કલરના છોટા હાથી અથવા બોલેરો પીકઅપ જેવા અજાણ્‍યા વાહનના ચાલકે પોતાનું વાહન પુરઝડપે બેફીકરાઈથી ચલાવી મરણજનાર વિરમભાઈને રોડ પર પાછળથી હડફેટે માથામા તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી અકસ્‍માત કરી પોતાનું વાહન લઈ નાશી જઈ ગુનો કરેલ છે.

ગોકુલનગરમાં દારૂના ૮૦ ચપટા સાથે ઝડપાયો

અહીં સીટી સી પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. યુવરાજસિંહ ભરતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, ગોકુલનગર રડાર રોડ પાસે, ચામુંડા હેર આર્ટ પાસે આરોપી સતીષભાઈ કાંતીલાલ બુધેલીયા એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્‍જામાં ભારતીય બનાવટની ઈગ્‍લીશ દારૂના ચપટા  નંગ-૮૦, કિંમત રૂ.૮૦૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

લાલપુરમાં દારૂ સાથે ઝડપાયો

લાલપુર પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. પ્રવિણભાઈ કરશનભાઈ બડીયાવદરા એ ફરીયાદ નોંધાવી છે કે, લાલપુર રૂપાવટી ચોકડી પાસે આરોપી કેતન ઉર્ફે મુનો ચંદ્રકાન્‍તભાઈ માખેચા એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની રમની બોટલ નંગ-૩, કિંમત રૂ.૧પ૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

દારૂ સાથે ઝડપાયો

અહીં સીટી એ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. શૈલેષભાઈ કાંતીલાલ ઠાકરીયા એ ફરીયાદ નોંધાવી છે કે, દિગ્‍વીજય પ્‍લોટ-પ૮મા બાળકોના સ્‍મશાનની પાછળના ભાગે શેરી નં.૬માં ઢાળીયા વાળી ગલીમાં આરોપી કરણ ઉર્ફે કરણો બાડો વસંતભાઈ ગોરી એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-ર૪, કિંમત રૂ.૧ર૦૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

ઈલેકટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત

કાલાવડ તાલુકાના સરવાણીયા ગામે રહેતા અજયભાઈ મનસુખભાઈ ચૌહાણ, ઉ.વ.રપ વાળા એ કાલાવડ ટાઉન પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, મરણજનાર સંજયભાઈ મનસુખભાઈ ચૌહાણ, ઉ.વ.રપ વાળા કૈલાશનગર, જીવાપર રોડ ઈટના ભઠ્ઠે ઈટો બનાવતા હોય અને રાત્રીના અજવાળુ કરવા માટે લાઈટનું દોરડુ સરખુ કરવા જતા ઈલેકટ્રીક કરંટ લાગતા બેભાન થઈ જતા સારવારમાં લઈ જતા મરણ થયેલ છે.

(1:51 pm IST)