Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

દેવભૂમી દ્વારકા જીલ્લા પોલીસવડા આયોજીત સેવાકેમ્‍પનો ૩' દિમાં ૩૦ હજારથી વધુ પદયાત્રિકોએ લાભ લીધો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૩ : દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નીતેશકુમાર પાંડે દ્વારા ગત ર૪/ર/ર૩ ના રોજ ખંભાળીયામાં આરાધના ધામ પાસે પદયાત્રીઓ માટે અનોખી સેવાઓ સાથે સેવા કેમ્‍પ ખુલ્લો મુકતા માત્ર ત્રણ દિવસમાં ત્રીસ હજારથી વધુ પદયાત્રીઓએ વિવિધ સેવાઓનો લાભ લીધો હતો.

રોજ રત્રીના ૧ર૦૦ થી ૧પ૦૦ વ્‍યકિતઓ ભોજ ે છે રોજ ૬ થી ૮ હજાર વ્‍યકિતઓ ચા-પાણી નાસ્‍તાનો લાભ લે છે તથા રોજ એકાદ હજાર વ્‍યકિતઓ મસાજ  માટેના ખાસ મશીનનો લાભ લઇને થાક ઉતારે છે. તો આ કેમ્‍પમાં રોજ વિવિધ પ્રકારનો નાસ્‍તો, ઠંડા પીણા, સરબત-ચા કોફી સાથે ભોજન સાથે રહેવા માટે ગાદલા, ગોદડા, ઓશીકાની વ્‍યવસ્‍થા પ્રશંસનીય બની છે.

જિલ્લા પોલીસ વડા નીતેશકુમાર પાંડેના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પી.આઇ. કે. કે.ગોહિલ તથા પો.સ.ઇ. બી.એમ. દેવમુરારી તથા સ્‍ટાફ દ્વારા સમગ્ર વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી રહી છે.

સેવા કેમ્‍પ માટે દાતા ગામના સેવાભાવી યુવા કાર્યકર મહાવીરસિંહ નટુભા જાડેજા, જટુભા ઝાલા, દિપસિંહ હેમભા જાડેજા, દાતા સદગૃહસ્‍થ એભાભાઇ કરમુર, ઉપરાંત વર્ષોથી રસોઇની સેવા આપતા કુંદનભાઇ ખત્રીની અવિરત જહેમત નોંધપાત્ર બની રહી છ.ે

આ કેમ્‍પમાં દાતા તથા આસપાસના યુવાનો ઉપરાંત મહિલાઓ પણ અવિરત અને નોંધપાત્ર સેવાઓ આપે છે. જેનો લાભ ખુબ મોટી સંખ્‍યામાં પદયાત્રીઓ લ્‍યે છે.

ખંભાળિયા દ્વારકા માર્ગ પર ખોડીયાર મંદિર પાસે પણ દ્વારકાધીશ પદયાત્રા સેવા સંઘના દ્વારા છેલ્લા અઢીદાયકાથી અવિરત રીતે ચાલતા સેવા કેમ્‍પમાં ભોજન, ચા-પાણી, આરામ ઉપરાંત દવા, પગચંપી સહિતની સેવાઓમાં પણ ખૂબ મોટી સંખ્‍યામાં સ્‍વયંસેવકો તેમજ તેઓની ટીમ કાર્યરત છે ખોડીયાર મંદિરના વિશાળ પટાંગણમાં સંગીતના સથવારે રાસ લેતા પદયાત્રીઓથી સમગ્ર વાતાવરણ ધર્મમય બની રહે છે.

(1:56 pm IST)