Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

ખંભાળીયા-કલ્‍યાણપુર પંથકમાં સૌની યોજનાનું નર્મદાનું પાણી અટવાયું!!

વચ્‍ચે ખેડૂતોએ વાલ્‍વ ખોલતા પોલીસ ગોઠવાઇ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૩ :.. ગુજરાત રાજયમાં નર્મદા સરદાર સરોવર આધારીત સૌની યોજના અંતર્ગત ડેમો સૌરાષ્‍ટ્રના તમામને નર્મદાના પાણીથી ભરવા આયોજન થયું છે.

જેમાં રાજકોટ આજી-૩ ડેમથી ધ્રોલ તથા ત્‍યાંથી લાલપુર તરફથી મહાદેવીયા સિંહણ ડેમના રસ્‍તે નર્મદાનું પાણી સૌની યોજનામાં ખંભાળીયા થઇને કલ્‍યાણપુરના સાની ડેમ સુધી પહોંચાડવા આયોજન થયું હોય તેના અનુસંધાને ગત તા. ર૬-ર-ર૩ ના રોજ પાણી શરૂ થતાં વિશાળ પાઇપ લાઇનો માંથી ચિકકાર પાણી ઠલવાતા ઢગલાબંધ તળાવો, ચેક ડેમો ચિકકાર ભરાઇ જતાં ખેડૂતોના બોર કુવા ઉનાળાની શરૂઆતમાં રીચાર્જ થઇ જતાં ખેડૂતો ખુશખુશાલ હતાં.

જામનગર તરફથી આવતી સૌની યોજનાના વાલ્‍વ ત્‍યાંના ખેડૂતોએ ખોલી નાખતા ખંભાળીયા તરફનું આવતું પાણી બંધ થઇ ગયું હતું જો કે કાર્યપાલક ઇજનેરને જાણ થતાં તેમણે રેંજ આઇ. જી. પી. ને ફરીયાદ કરતા દ્વારકા જિ. પો. વડા નીતેશકુમાર પાંડે દ્વારા ખાસ પોલીસ પેટ્રોલીંગની વ્‍યવસ્‍થા કરાવતા ફરીથી પાણી વિતરણ શરૂ થાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ હતી.

(1:54 pm IST)