Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

પીજીવીસીએલના મેનેજિંગ ડાયરેક્ટર વરૂણકુમાર બરનવાલ, IAS જામનગરની મુલાકાતે : નબળી કામગીરી વાળા કર્મચારી- અધિકારીઓ સામે આકરા પગલા લેવા ગર્ભિત ચેતવણી

વીજ ખાધ ઘટાડવા, વીજબિલના બાકી નાણાંની વસુલાતની કામગીરી ને વેગવંતી બનાવવા તથા વિવિધ ગ્રાહક લક્ષી સેવાઓમાં સુધારો કરવા સૂચનાઓ આપી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૩ આજે પીજીવીસીએલના  મેનેજિંગ ડાયરેક્ટર  વરૂણકુમાર બરનવાલ, IAS જામનગરની મુલાકાતે આવેલ હતા.

 તેઓ દ્વારા તેમની મુલાકાત દરમિયાન જામનગર પીજીવીસીએલના તમામ કાર્યપાલક ઈજનેરશ્રી, તમામ પેટા વિભાગીય કચેરીના નાયબશ્રીઓ સાથે વિવિધ મુદ્દાઓની રીવ્યુ મીટીંગ લેવામાં આવેલ છે. માનનીય મેનેજિંગ ડાયરેક્ટર  દ્વારા હાજર તમામ અધિકારીશ્રીઓને વીજ ખાધ ઘટાડવા, વીજબિલના બાકી નાણાંની વસુલાતની કામગીરી ને વેગવંતી બનાવવા તથા વિવિધ ગ્રાહક લક્ષી સેવાઓમાં સુધારો કરવા સૂચનાઓ પાઠવેલ હતી. 

     તેમજ આગામી વર્ષમાં કેન્દ્ર સરકારશ્રીની મહત્વકાંક્ષી યોજના RDSS(Revamp Distribution Sector Scheme) ના સફળતાપૂર્વક અમલીકરણ માટે જરૂરી આયોજન રૂપે લેવાના થતા પગલાંઓ અંગે વિસ્તૃત ચર્ચા કરેલ. તેમજ રિવ્યૂ મીટીંગ દરમિયાન ખામી ગ્રસ્ત મીટર રીડિંગ બાબતે, ત્રણ મીટર રીડરોની તાત્કાલિક બદલી કરી, આકરા પગલા લેવામાં આવેલ છે. આ અંગે આવનાર સમયમાં દરેક પેટા વિભાગીય કચેરીની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે અને તે પૈકી નબળી કામગીરી વાળા કર્મચારી/અધિકારીઓ સામે આકરા પગલા લેવા અંગે ગર્ભિત ચેતવણી પણ આપવામાં આવેલ હતી.

(5:04 pm IST)