Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

મોરબીના છેવાડાના વિસ્તારમાં પાણીની વ્યવસ્થા માટે કેટલી કામગીરી કરી ?

પાલિકા પ્રમુખે પાણી પુરવઠા બોર્ડને રજૂઆત કરી જવાબ માંગ્યા

મોરબીના છેવાડાના વિસ્તારમાં આવેલ સોસાયટી અને વાડી વિસ્તારમાં પાણીની વ્યવસ્થા અંગે કરેલી કામગીરી અંગે પાલિકા પ્રમુખે પાણી પુરવઠા બોર્ડ પાસે જવાબ માંગ્યા છે અને કરેલ કામગીરીની માહિતી આપવા જણાવ્યું છે
મોરબી નગરપાલિકાના પ્રમુખ કે. કે. પરમાર ( કુસુમબેન કે પરમાર )દ્વારા ગુજરાત પાણી પુરવઠા અને ભૂગર્ભ વ્યવસ્થા બોર્ડ મોરબીના કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરી જણાવ્યું છે કે જી.યુ.ડી.એમ દ્વારા મોરબી પાલિકાના છેવાડાના હદ વિસ્તારની સોસાયટીઓ તથા વાડી વિસ્તાર માટે પાણી પુરવઠા બોર્ડ દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા માટે જરૂરી કામગીરી કરવાની થતી હતી જેમાં મુખ્યત્વે પીવાના પાણીની લાઈન નાખવાની કામગીરી, ઓવરહેડ ટાંકી બનાવવાની કામગીરી મુખ્ય હતી જે કામગીરી હજુ પૂર્ણ થયેલ નથી વિસ્તારના લોકો દ્વારા પાણીની સમસ્યાના પ્રશ્નો કચેરીને મળ્યા છે જેથી ઓ.જી. વિસ્તાર માટે કરેલ કામગીરીની વિગતો આપવા જણાવ્યું છે
જેમાં મોરબી નગરપાલિકા દ્વારા ક્યાં ક્યાં વિસ્તારમાં લાઈન નાખવાનું સૂચવેલ અને તે પૈકી કેટલા વિસ્તારમાં કેટલું કામ થયું, મોરબી પાલિકા દ્વારા છેવાડાના વિસ્તારમાં કેટલી ઓવરહેડ ટેંક બનાવવાનું સૂચવાયેલ અને કેટલી ટેન્ક બનાવવામાં આવી, પાણીની લાઈન નાખવાનો અને ઓવર હેડ ટેંક બનાવવાનો સમયગાળો શું હતો, જે કોઈ વિસ્તારમાં નવી લાઈન નાખેલ છે તેનું વિસ્તારવાઈઝ લીસ્ટ મોકલવા વિનંતી કરી છે અમુક વિસ્તારમાં પાણીની લાઈન નાખેલ છે તેવું ઓનપેપર બતાવેલ છે પરંતુ વાસ્તવમાં તે જગ્યાએ લાઈન નાખેલ જ નથી તેવી પણ ફરિયાદ આવેલ છે

(9:20 am IST)