Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

બાબરામાં આઇટીઆઇમાં લર્નિંગ લાયસન્સ સેન્ટરની સુવિધાઓ ઉપલબ્ધ કરાવો

ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે તાલુકા સંકલન ફરિયાદ સમિતિમાં રજુઆત કરી

બાબરા-સાવરકુંડલા,તા. ૩: બાબરામાં દરેડ રોડ પર આવેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ)માં લર્નીગ લાયસન્સની સુવિધાઓ શરૂ કરવાની રજુઆત થોડા દિવસો પેલા લાઠી ખાતે પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને મળેલ તાલુકા સંકલન બેઠકમાં ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા રજુઆત કરવામાં આવેલ છે.

લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા જણાવ્યું હતું કે બાબરા શહેર અને તાલુકાના લોકોને વ્હીકલ ના લર્નીગ લાયસન્સ બાબતે ભારે મુશ્કેલીઓ અને હાડમારીઓ ભોગવવાનો વારો આવી રહ્યો છે કારણ કે લોકોને લર્નીગ લાયસન્સની કામગીરી માટે લોકોને અમરેલી જવાની ફરજ પડે છે અને ત્યાં પણ સમય મર્યાદામાં વારો નહિ આવતા લોકોનો સમય અને નાણાં નો વ્યય થાય છે ત્યારે જો બાબરામાં સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તો લોકોને મોટી રાહત મળી શકે તેમ છે તેમજ અહીં દરેડ રોડપર આવેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં (આઈ ટી આઈ) લર્નીગ લાયસન્સની કાઢવાની મંજૂરી આપવામાં આવેલી છે અને મળતી માહિતી મુજબ માળખાકીય સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવેલી છે માત્ર રોજગાર અને તાલીમ ભવન ગાંધીનગરની વહીવટી મંજૂરીના અર્થે સેન્ટર શરૂ થવામાં મોડું થઈ રહ્યું છે ત્યારે ત્વરિત મંજૂરી આપવામાં આવે તેવી માંગ અને રજુઆત ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા કરવામાં આવી છે. (૨૨.૮)

(10:00 am IST)