Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

અમરેલી જીલ્લામા સહાયમાં રી-સર્વે માછીમારો અને મૃતકોના પરિવારજનોને ન્યાય આપો

સાંસદ નારણભાઇ કાછડીયાની રીવ્યુ બેઠકમાં આર.સી.ફળદુને રજૂઆત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૩ : ગુજરાત રાજયના કૃષિ ગ્રામ વિકાસ, મત્સ્યોદ્યોગ અને વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુ તેમના હસ્તકના તમામ વિભાગની રીવ્યુ બેઠક માટે અમરેલી હતા ત્યારે સાંસદ નારણભાઇ કાછડીયાએ વાવાઝોડા બાદ સર્જાયેલ પ્રશ્નો અને લોકો ખેડૂતોને પડી રહેલ મુશ્કેેલીઓ અંગે મંત્રી ધ્યાન દોરી વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરેલ હતી.

જેમાં જીલ્લા ભાજપ અધ્યક્ષ કૌશિકભાઇ વેકરીયા, જીલ્લા ભાજપ મહામંત્રી ભુપેન્દ્રભાઇ બસીયા, રાજુભાઇ કાબરીયા, પ્રદેશ મહિલા મોરચા મંત્રી કુ.ભાવનાબેન ગોંડલીયા, પ્રદેશ બક્ષીપંચ મોરચા મંત્રી મયુરભાઇ માજરીયા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સાંસદ નારણભાઇ કાછડીયાએ જણાવ્યુ હતુ કે, વાવાઝોડા બાદ રાષ્ટ્રીયકૃત બેંકોના અધિકારીઓના મનમાનીને લીધે હજુ સુધી લાભાર્થીઓ સુધી પૈસા પહોચેલ નથી.

વાવાઝોડા બાદ જે સર્વે થયો તે ઉતાવળે થયેલો હતો તો રીસર્વે માટે અરજી કરેલ છે જેથી રી-સર્વે જેટલી અરજીઓ તાલુકા કે જીલ્લાકક્ષાએ મળવા પામેલ છે તે મંજુર કરી વંચીત રહેલ ખેડૂતોને પણ સહાય મળી રહે તે જરૂરી છે.

પી.એમ. બાકી રહી ગયેલ હોય અને પરિવારજનો દ્વારા અંતિમક્રિયા કરી દેવામાં આવેલ હોય તેવી ૪ થી પ કેસો છે તો આવા કેસોની તપાસ કરાવી પોતાના સ્નેહીજનો ગુમાવનાર પરિવારોને સહાય મળી રહે તે માટે માંગણી કરી છે.

અમરેલી જીલ્લા માટે વધુ પીજીવીસીએલ ટીમોની ફાળવણી કરી બાકી રહેલ ખેતીવાડીના વિજપુરવઠો પુનઃચાલુ કરવા જણાવ્યુ હતુ.

એસટી વિભાગ દ્વારા ઘણા રૂટો ચાલુ થયેલ નથી તો બાકી રહેલ તમામ રૂટોની બસ પુનઃ રાબેતા મુજબ ચાલુ થાય તે માટે એસટી વિભાગને જરૂરી સુચના આપવામાં આવે તેવી માંગ કરી છે.

માછીમારો પોતાની બોટ તો ન બચાવી શકયા પરંતુ તેઓ મૃત્યુને ભેટેલ હતા આવા માછીમારોનો પણ સર્વે કરી સહાય મળવા જોઇએ. વાવાઝોડા બાદ ટાવર બંધ હોવાને લીધે ખેડૂતો પોતાના ચણા ટેકાના ભાવે વેંચી શકયા નથી. આવા પુષ્કળ કિસ્સાઓ સર્જાણા છે. આ અંગે નિગમન અધિકારીઓ સાથે વાત કરતા તેઓ દ્વારા ચણા ખરીદીની અંતિમ તા.૩૦ જૂન છે પરંતુ ખરેખર અંતિમ તા.૬ જૂલાઇ છે જેથી નિગમ દ્વારા પદાધિકારીઓને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે જે ખૂબ ગંભીર બાબત ગણાય તેથી આ અંગે સ્થાનિક અધિકારીઓને જરૂરી સુચના આપવામાં આવે અને ચણા ખરીદીની સમય મર્યાદા હજુ ૧૦ દિવસ વધારવા માંગણી કરી છે.

વાવાઝોડા બાદ ઇન્ટરનેટ કનેકટીવીટીમાં વિક્ષેપ હોવાને લીધે હજુ ઘણા ખેડૂતો ધિરાણ નવુ જૂનુ કરવામાં બાકી રહેી ગયા છે તો ખેડૂતોનો હજુ ૧૫ દિવસની મુદ્દત વધારવા માંગણી કરેલ છે.

(11:30 am IST)