Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

રાજકોટના 'ગીડો'ની ૪૯ ખિસ્સા કાપ્યાની કબૂલાત

વાડી બજારના ગુન્હામાં દ્વારકા એલ.સી.બી.એ પકડેલ આરોપી પીક પોકેટીંગમાં માહિર

ખંભાળીયા તા. ૩ :.. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક સુનીલ જોશીએ અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા એલ. સી. બી. ના પોલીસ ઇન્સ. જે. એમ. ચાવડાની રાહબરી હેઠળ પો. સ. ઇ. એસ. વી. ગળચરે એલ. સી. બી. સ્ટાફ સાથે વાડીનાર મરીન પો. સ્ટે.માં પેટ્રોલીંગમાં હતાં.

દરમ્યાન એ. એસ. આઇ. સજુભા જાડેજા, હેડ કોન્સ. જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજાનાઓને બાતમી મળેલ કે, ગત તા. ૩૦-૬-ર૦ર૧ ના રોજ બપોરના સમયે ફરીયાદી નટુભા બનેસંગ જાડેજા રહે. મોટામાંઢા ગામ જામનગરથી ખંભાળીયા સરકારી બસમાં આવતા આરાધનાધામ પાસે બસમાંથી ઉતરતા સમયે તેના ખીસ્સામાંથી રોકડા રૂપિયા ૯૦૦૦ ની ચોરી થયેલ. જે ગુનો વાડીનાર પો. સ્ટે.માં દાખલ થયેલ. જે આધારે રૂ. ૯૦૦૦ ના મુદામાલ સાથે સંજયભાઇ ઉર્ફે ગીડો બટુકભાઇ દેત્રોજા ઉ.વ.૪૦ રહે. સીતારામ સોસાયટી શેરી નં. પ રાજકોટને ઝડપી લીધેલ છે.

આ શખ્સ મંદિરમાં તથા બસ સ્ટેન્ડોમાં તથા ભીડ ભાડ વાળી જગ્યાએ ભીડનો લાભ લઇ પીક-પોકેટીંગ કરે છે.

જામનગર, મોરબી, વાંકાનેર, સુરેન્દ્રનગર, ગોંડલ, પોરબંદર, જેતપુર, જસદણ, બોટાદ, ચોટીલા, જામજોધપુર, બગસરા, મહુવા, કાલાવડ બસ સ્ટેન્ડોમાં અને ચોટીલા, દ્વારકા અને સોમનાથ મંદિરમાં કુલ ૪૯ ચોરી કરેલ હોવાની કબુલાત કરી છે.

આ કાર્યવાહીમાં  પી. સી. શીંગરખીયા, અજીતભાઇ બારોટ, દેવશીભાઇ ગોજીયા, કેશુરભાઇ ભાટીયા, વિપુલભાઇ ડાંગર, ભરતભાઇ ચાવડા, નરસીભાઇ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા એચ.સી. અરજણભાઇ મારૂ, બલભદ્રસિંહ ગોહીલ, મસરીભાઇ આહીર, બોઘાભાઇ કેશરીયા, લાખાભાઇ પિંડારીયા, જીતુભાઇ હુણ, મહેન્દ્રસિંહ જાડેજા,  હસમુખભાઇ કટારા પી. સી. વિશ્વદીપસિંહ  જાડેજા જોડાયા હતાં.

(11:34 am IST)