Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

શ્રી ખોડીયાર માતાજી મંદિર માટેલમાં અષાઢીબીજની સાદાઇથી ઉજવણી કરાશે

રાત્રીના કાર્યક્રમ રદ : ભાવિકો માટે પુનઃ મહાપ્રસાદ શરૂ : બાવન ગજની ધ્વજારોહણ વિધી : મહાઆરતી પુજન યજ્ઞ

વાંકાનેર,તા.૩: વાંકાનેર તાલુકાના જગ વિખ્યાત અને સૌરાષ્ટ્રનું પ્રશિદ્ઘ તીર્થ સ્થળ આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર, માટેલધરા ખાતે પ્રતિ વર્ષે અષાઢી બીજ નિમિતે અનેક વિધ ધાર્મિક કાર્યક્રમ યોજાય છે , અષાઢીબીજ ની પૂર્વ સંધ્યાએ આગલા દિવસે રાત્રે 'ભવ્ય ડાકલા'નો પોગ્રામ યોજાય છે જે આ વરસે કોરોનાની મહામારી અને સરકારની ગાઈડ લાઈન અનુસાર રાત્રીના ડાકલાનો કે કોઈપણ કાર્યકમ રાખેલ નથી

સવારના માતાજીનું વિશેષ પૂજન , તેમજ 'બાવન ગજની ધજારોહણવિધિ' જય જય કારના દ્યોષથી કરવામાં આવશે તેમજ માતાજીના નિજ મંદિરને પુષ્પોહારોથી સજાવટ કરવામાં આવશે તેમજ 'માતાજીનો યજ્ઞ' થશે. અષાઢીબીજના માટેલધરા ખાતે સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર , રાજકોટ, હાલાર પંથક તેમજ દૂર દૂરથી માતાજીના ભાવિક ભકતજનો માતાજીના દર્શનાથે પધારે છે , અષાડીબીજ નો અનેરો મહત્વ છે , વિશેષમાં કોરોનાના ખુબ જ કસ વચ્ચમાં વધી જતા કોરોનાની મહામારીમાં 'મહા પ્રસાદ' માટેલધરા ખાતે ભોજનાલયમાં ઘણા સમયથી બંધ હતો. જે પૂનમથી ફરી ભાવિક ભકતજનો માટે અવિરત મહા પ્રસાદ 'ભોજનાલય' માં મંદિર દ્વારા ચાલુ કરેલ છે.  આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર, માટેલધરા ખાતે અષાઢીબીજની ભકિતમયના દિવ્ય માહોલમાં ઉજવણી કરવામાં આવશે. 'જયાં ધજા ફરકે છે સત ધર્મની એવા માટેલ રૂડા ધામમાં' રવિવારે તેમજ દર પૂનમના હજારો ભાવિકો માતાજીના દર્શનાથે આવે છે અને તન, મનને શાંતિ મેળવી માટેલ ધરાનું પવિત્ર જળ લઈને ,તેમજ માતાજીનો મહા પ્રસાદ લઈને ધન્યતા અનુભવે છે અષાડી બીજના ભાવિકોને વિનંતી ભીડભાડ કરશો નહીં, સહુ શાંતિથી સોસ્યલ ડિસ્ટન રાખીને દર્શન કરવા આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર માટેલધરાના મહંતશ્રી રણછોડદાસબાપૂ દુધરેજીયાની યાદીમાં જણાવાયું છે.

(11:37 am IST)