Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

ઉપલેટાને ગ્રીન સીટી બનાવવાના અભિયાન હેઠળ સિધ્ધનાથ ટ્રસ્ટ દ્વારા ૭૫૧ વૃક્ષના રોપાનુ વિતરણ

ઉપલેટા તા.૩ : સિધ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉપલેટા ને ગ્રીન સીટી બનાવવાના હેતુથી દર વર્ષે વૃક્ષો નુ વિતરણ કરવામાં આવે છે હાલ ચોમાસું હોય ઘેર ઘેર પવિત્ર તુલસીજી સ્થાપિત થાય સાથે સાથે પર્યાવરણ સુધી ના હેતુથી ઉપલેટા મા ૫૦૦ તુલસીના રોપા તથા ૨૫૧ દાળમી, સીતાફળ, ગુલમોર,કરંજ,સરગવો જેવા આયૃવેદિક રોપા ના વિના મૂલ્યે વિતરણ શહેર ના જુદા જુદા વિસ્તાર જેવા કે સોનલ નગર, રદ્યુવંશી સોસાયટી, ડો, ટોલીયા રોડ જેવા વિસ્તારોમાં કરવામાં આવ્યુંહતુ.

 આ વિતરણ ની શરૂઆત નવી હવેલી ના બાવા શ્રીપુ, ઞોકુલેશ બાવા એ તુલસીજી ના પુજન અર્ચન આરતી ઉતારી વિતરણ કરવામાં આવેલ સિધ્ધનાથ ટસ્ટ ના પૃમુખ જયેશભાઈ ત્રિવેદી એ જણાવ્યું કે છેલ્લા ૪ વર્ષથી વનિકરણ નો વિકાસ થાય અને ઓકસિજનની કમી ન વર્તાય આજે વિશ્વ ના અસ્તિત્વ ટકાવી રાખવા માટે વૃક્ષ વાવવા જરૂરી છે વૃક્ષો અને જંઞલો પર જ જીવ માત્ર નુ અસ્તિત્વ ધરાવે છે જે સર્વ વિદીત છે તેમાં પણ તુલસી શાસ્ત્રોક રીતે ખુબ પવિત્ર છે જે આંગણે રાખવાનુ ઉતમોતમ મહત્વ રહેલુ છે જેથી ધેર ઘેર તૂલસીજી સ્થાપિત થાય અને વાતાવરણ પવિત્ર બને તેવા શુભ સેવા હેતુ થી વિતરણ કરવામાં આવ્યું સાથે સાથે છોયો આપતા આયૃવેદીક દૃષ્ટિએ એ ઉપયોગી એવા વૃજ્ઞો નુ પણ વિનામૂલ્યે આપવામાં આવ્યા.

નગર શેઠ અમીતભાઈ શેઠ, અઞૃણી ઉદ્યોગ પતિ ધયણાતભાઈ સુવા, શહેર ભાજપ પ્રમુખ કિરીટભાઇ પાદરીયા ,પ્લાસ્ટિક એસોસિયેશન ના પ્રમુખ રવિભાઈ માકડીયા, ડી, બેંક ના ડિરેકટર હરીભાઇ ઠુમર, નઞર પાલિકા ના સદસ્ય જેન્તીભાઈ ઞજેરા, મનોજભાઈ કનારા,વેપારી અગ્રણી પિયુશભાઈ માકડીયા, મહેનભાઈ રાવલ ઞુલાબ ભાઇ અપારનાથી ,જીજ્ઞેશભાઈ વ્યાસ વગેરે ઉપસ્થિત રહ્યાં.

 આ સેવા કાર્ય ને સફળ બનાવવા  જયેશભાઈ ત્રિવેદી, વિક્રમસિંહ સોલંકી, જગદીશભાઈ પૈડા, મનુભાઈ બારોટ, ભાવેશ ભાઈ સુવા, રઘુભા સરવૈયા, વિપુલભાઈ બારૈયા, મયુરભાઇ જોશી, ભગવાનદાસ બાપુ જોડાયા અને શહેરી જનો એ હર્ષ સાથે જોડાયેલા અને સેવા કાર્યને બિરદાવેલ હતા.

(11:38 am IST)