Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

મીઠાપુર સુરજકરાડીમાં વિશ્વ ડોકટર દિવસ નિમિત્તે ડોકટરોને સન્માનિત કરાયા

મીઠાપુરઃ ઓખામંડળ તાલુકાના મીઠાપુર સુરજકરાડી તથા ઓખા અને દ્વારકાના ડોકટરોને વિશ્વ ડોકટર દિવસ નિમિત્તે એક આભારપત્ર આપી સન્માનિત કરાયા છે. પેલી જુલાઇને વિશ્વ ડોકટર દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને હાલમાં ચાલી રહેલી અને વિશ્વમાં સૌ પ્રથમ આવી પડેલી આ કોરોના મહામારીની આપદામાંથી બચાવવામાં ડોકટરોનો અમુલ્ય ફાળો હોય આ દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત લક્ષ્મણરાવ ઇમાનદાર સ્મૃતિ સમિતિ દ્વારા આ વિસ્તારમાં કાર્યરત દરેક ડોકટરોનો હૃદયપૂર્વક આભાર માની એક સન્માન પત્ર આપવામાં આવ્યું હતું. આ કાર્યમાં ભરતભાઇ ત્રિવેદી, ભાવેશભાઇ પંચમતિયા, ગીરીશભાઇ કૌશલભાઇ વઘાડીયા, ચંદ્રેશભાઇ પટેલ વગેરે જોડાયા હતા.(તસ્વીરઃ અહેવાલઃ દિવ્યેશ જટણીયાઃમીઠાપુર)

(11:45 am IST)