Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

સૌરાષ્ટ્ર-કચ્છમાં પવનના સૂસવાટા

વાદળા અને તડકા સાથે મિશ્રઋતુનો અનુભવ યથાવત

રાજકોટ તા. ૩ :..  રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં પવનના સૂસવાટા ફુંકાઇ રહ્યા છે. અને ધુપ-છાંવવાળુ વાતાવરણ આજે પણ યથાવત છે.

વહેલી સવારથી વાદળા અને તડકા સાથે મિશ્રઋતુનો અનુભવ થઇ રહ્યો છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી એક સપ્તાહ સુધી વરસાદ પડવાની શકયતા ખુબ જ ઓછી છે, સામે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ પણ પડી શકે છે. પરંતુ હાલ કોઇ સિસ્ટમ સક્રિય ન થતા લોકોએ વરસાદ માટે રાહ જોવી પડશે.

હાલ જે પવન વહે છે તેને દિશા દક્ષિણ-પશ્ચિમી હોવાના કારણે તે સીધો હિમાલયને સ્પર્શે છે. જેથી વરસાદ માટે જે સિસ્ટમ સક્રિય થવી જોઇએ તે થઇ શકી નથી. ત્યારે  આગામી એક સપ્તાહ બાદ ફરી વરસાદ પોતાની મહેર વરસાવશે.

આગામી ચાર દિવસ દરમિયાન તાપમાન પણ ર ડીગ્રી સુધી ઉંચુ આવી શકે છે. રાજકોટ શહેરનું શુક્રવારનું મહત્તમ તાપમાન સવારના સમયે ૩૬.૪ ડીગ્રી અને સાંજના સમયે ર૭.ર ડીગ્રી નોંધાયું હતું. સાંજના સમયે ૩ર કિલો મીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો હતો.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : મહત્તમ તાપમાન ૩૭ ડીગ્રી, લઘુતમ ર૮.પ હવામાં ભેજ ૭૪ ટકા, અને પવનની ઝડપ ૧૭.૪ કિ. મી. પ્રતિ કલાક રહી હતી.

(11:47 am IST)