Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

ભારતનો 'રૂપ સુંદરી' નામનો સૌથી લાંબો સાપ વઢવાણમાં નિકળ્યો : પાંચ ફુટ ૭ ઇંચની લંબાઇ !

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૩: ચોમાસાની ઋતુ ચાલુ થઇ ગઇ છે. એવા સમયે સાપ વધુ જોવા મળતા હોય છે. પરંતુ વઢવાણની શાક માર્કેટમાં લાંબો સાપ જોવા મળતા લોકોમાં ભય ફેલાયો હતો. ત્યારે સાપના રક્ષણ માટે વર્ષોથી કામ કરતા હિતેશ્વરસિંહ મોરી શાક માર્કેટ પહોંચી સાપને પકડી લીધો હતો. પરંતુ સાપોના જાણકાર હોય રૂપસુંદરીના નામે ઓળખાતા સાપની લંબાઇ આટલી ન હોય ગુજરાતના સર્પના નિષ્ણાંતો સાથે વાતો કરીને ખરાઇ કર્યા બાદ જાણવા મળ્યુ હતુ કે વઢવાણમાંથી પકડાયેલો રૂપસુંદરી નામનો આ સાપ ભારતનો સૌથી વધુ લંબાઇ ધરાવતો સાપ છે.

આ અંગે હિતેશ્વરસિંહ મોરીએ જણાવ્યુ કે રૂપસુંદરી નામના સાપની સામાન્ય લંબાઇ ૩.૫ ફુટથી ૪ ફુટ સુધીની હોય છે. વઢવાણમાંથી જે સાપ મળ્યો છે તેની લંબાઇ ૫ ફૂટ ૭ ઇચ છે. તેમણે વધુમાં જણાવ્યુ કે સર્પ સંદર્ભ-૨ નામના પુસ્તકમાં ઉલ્લેખ છે કે આ અગાઉ રૂપસુંદરી નામના સાપની સૌથી વધુ લંબાઇ ૫ ફૂટ ૫ ઇચની લંબાઇનો રેકોર્ડ છે. જયારે વઢવાણમાંથી ૫ ફૂટ ૭ ઇચનો રૂપસુંદરી નામનો સાપ મળ્યો છે. જે આ પ્રજાતીનો દેશનો સૌથી લાંબો સાપ છે. આ સાપને સીમ વિસ્તારમાં સુરક્ષિત છોડી મુકાયો હતો.

(11:48 am IST)