Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

જામનગરમાં રૂપિયાની ઉઘરાણી બાબતે બઘડાટી બોલતા સામસામી ફરીયાદ નોંધાઈ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૩: અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં રાજુભાઈ ઉર્ફે વિજય ગોવિંદભાઈ ઓડીચ, ઉ.વ.રપ, રે. સાંઢીયા પુલ પાછળ, ગોકુલધામ સોસાયટી, વાછરડાડાના મંદિરની પાછળ, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર–૭–ર૦ર૧ ના સાંઢીયા પુલ પાસે, કોપરસીટી બિલ્ડીંગના ગેઈટની સામે, જામનગરમાં આરોપી મેહુલભાઈ કિશોરભાઈ પરમાર એ ફરીયાદી રાજુભાઈ ના ભાઈ ત્રીસ હજાર રૂપિયા માંગતા હોય જે રૂપિયા ફરીયાદી રાજુભાઈ તથા તેના ભાઈ આરોપી મેહુલભાઈ કિશોરભાઈ પરમાર પાસે રૂપિયા માંગવા જતા તેને કહેલ હાલ મારી પાસે રૂપિયા નથી થાશે ત્યારે આપીશ તેમ જણાવતા આરોપી મેહુલભાઈ કિશોરભાઈ પરમાર ઉશ્કેરાઈ જઈ ફરીયાદી રાજુભાઈ ને માથામાં લાકડાના ધોકાનો એક ઘા મારી ઈજા કરી આરોપી કપીલ કિશોરભાઈ પરમાર એ ફરીયાદી રાજુભાઈને ઢીકાપાટુનો માર મારી મુંઢ ઈજા કરી બંન્ને આરોપીઓ સામે ફરીયાદ નોંધાવી છે. તો સામે રાજુભાઈ ઉર્ફે વિજય ગોવિંદભાઈ ઓડીચ, ઉ.વ.રપ, રે. સાંઢીયા પુલ પાછળ, ગોકુલધામ સોસાયટી, વાછરડાડાના મંદિરની પાછળ, જામનગરવાળા  અને અજયભાઈ ગોવિંદભા ઓડીચ સામે ફરીયાદી મેહુલભાઈ કિશોરભાઈ પરમાર એ પણ મારમારી ઈજાઓ પહોંચાડવા અંગે વળતી ફરીયાદ નોંધાવતા સીટ ભસીભ ડિવીઝન પોલીસ સ્ટેશનનનાં પી.એસ.આઈ. એન.વી.હરીયાણીએ આ અંગે તપાસ હાથ ધરી છે.

અગમ્ય કારણોસર મહિલાને મારમાર્યાની ત્રણ સામે રાવ

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં તાહીરાબેન સલીમભાઈ કમરુદીનભાઈ શેખ, ઉ.વ.૪૭, રે. ધરારનગર–૧, એમ.પી.શાહ ઉધોગનગર, એલ.આઈ.જી વન બિલ્ડીંગની પાછળની ગલીમાં શ્રીનાથી એન્ડ ફેબ્રીકેશન સ્ટેલની બાજુવાળી ગલીના છેવાડે, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩૦–૬–ર૧ના ફરીયાદી તાહીરાબેનને આરોપી સચીનભાઈ એ માથાના વાળ પકડી નીચે વાળી દઈ આરોપી બિક્રમભાઈ એ ફરીયાદી તાહીરાબેનને એક લાકડીનો ઘા જમણા હાથના પોતા પર મારતા છેલ્લી આગલી ની બાજુની આગળી માં ફેકચર જેવી ઈજા કરી તથા બીજો લાકડીનો ઘા ડાબા હાથ ના પોચાની પહેલી આગળીમાં મુંઢ ઈજા કરી તથા આરોપી સંગીતા એ ફરીયાદી તાહીરાબેનને ઢીકા  મારી ઢસડી ભંુડી ગાળો આપી એકબીજાને મદદગારી કરી જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

ગાડી બાબતે બોલાચાલી થતા માર માર્યો

લાલપુર પોલીસ સ્ટેશનમાં ભરતસિંહ લખુભા ચાવડા, ઉ.વ.પ૦, રે. ડબાસંગ ગામ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર–૭–ર૧ના આ આરોપી શકિતસિંહ પથુભા જાડેજા તથા ફરીયાદી ભરતસિંહ ના પુત્ર હરપાલસિંહ ને રસ્તામાં ગાડી બાબતે બોલાચાલી થયેલ હોય જે બાબતનો ખાર રાખી આરોપી શકિતસિંહ એ છરી બતાવી ગાળો તથા જાનથી મારી નાખવાની ધમકી આપી બાદમાં આરોપી શકિતિંસંહ અને આરોપી ચંદુભા પથુભા જાડેજા એ ફરીયાદી ભરતસિંહને પાઈપ લાકડી તથા ઢીકાપાટુનો માર મારી જામનગર જિલ્લા કલેકટરના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

કાલાવડ મેઈન બજારમાંથી મોબાઈલની ચોરી

કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં બાબુલાલ ગાંડુભાઈ સાંગાણી, ઉ.વ.૬૦, રે. ખંઢેરા ગામ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૮–૬–ર૧ના કાલાવડ મેઈન બજાર, વૃદાંવન ડેરી પાસે, કાલાવડમાં અજાણ્યા ચોર ઈસમે ફરીયાદી બાબુલાલનો એક મોબાઈલ ફોન રીયલમી નારજો–૧૦ એ નામનો જેના આઈ.એમ.આઈ.નં. ૮૬૬ર૮૪૦૪૯૪૯ર૮૩૧ તથા ૮૬૬ર૮૪૦૪૯૪૯ર૮ર૩ જે ફરીયાદી બાબુલાલના દિકરા પિયુષભાઈના નામનો કિંમત રૂ.૧૦,૦૦૦/– નો ફરીયાદી બાબુલાલના શર્ટના ઉપરના ખીસ્સા માંથી ફરીયાદી બાબુલાલની જાણ બહાર કોઈ ચોર ઈસમ ચોરી કઈ લઈ જઈ ગુનો કરેલ છે.

જુગાર રમતા એક ઝડપાયો : એક ફરાર

અહીં બેડી મરીન પોલીસ સ્ટેશનમાં કોન્સ. ઘનશ્યામસિંહ ખુમાનસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર–૭–ર૧ના જામનગરના નવા નાગના ગામે મહાદેવના મંદિર પાસે, આ કામના આ કામના આરોપીઓ મનસુખભાઈ બેચરભાઈ રાઠોડ, રે. જામનગરવાળો જાહેરમાં વર્લીમટકના આંકડા  લખી લખાવી પૈસાની હારજીત કરી વર્લીમટકા લખેલ સ્લીપ તથા બોલપેન અને રોકડા રૂ.૧ર,૩પ૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા અન્ય આરોપી નિલેશભાઈ ભાણજીભાઈ નકુમ ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(1:03 pm IST)