Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

ઓખામાં યુવકનો ઉપાડીને ઘા કરતા આમ નહી કરવા કહયુ તો વધુ ધોકાવ્યો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૩ :  ઓખાના બર્માશેલ કવાર્ટરની પાછળ મફતીયાપરામાં રહેતા નિલેશભા થાર્યાભા માણેક (ઉ.વ.૩૭) નામનો યુવક ગઇકાલેગાંધીનગરી ભુંગા વિસ્તારમાં આવેલ ગે પ્લાન્ટ પાસે કામ સબબ ઉભો હતો. ત્યારે પુનાભા ચબાભા સુમણીયા સાથે નજીવી બાબતે બોલાચાલી થતાં પુનાભા ઉશ્કેરાય ગયા હતા અને યુકનો ઉપાડીને ઘા કર્યો હતો. આથી યુવકે આમ ન કરવાનું સમજાવવા જતાં ફરી વધુ ઢીકા પાટુનો માર મારી ઇજા પહોંચાડી હતી. આ અંગે યુવકે ઓખા મરીન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દેવપરામાં પૈસાની લેતી દેતી પ્રશ્ને યુવકને માર માયો

દ્વારકાના દેવપરા ગામે રહેતા મહેશ જેઠાભાઇ ચાનપા (ઉ.વ.૩પ)ના અનુ. જાતિના યુવક ગામમાં આવેલ અનાજ દળવાની ઘંટી પાસે હતો. ત્યારે શિવાભાઇ જેઠાભા જગતીયા અને મંગલભા આશપારભા માણેકે આવીમ હેશભાઇ પાસે પૈસાની માંગણી કરી હતી. પૈસા આપવાની ના પાડતા બંન્ને ઉશ્કેરાઇ જઇ ગાળો કાઢી ઝપાઝપી કરી મુંઢ ઇજા કરી હતી અને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી નાશી ગયા હતા. બનાવ અંગે મહેશભાઇની ફરીયાદ પરથી બંન્ને શખ્સો સામે ઓખા પોલીસ એટ્રોસીટી  સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથધ રી છે.

ભાણવડના જશાપર ગામે યુવક પર બે શખ્સોનો હુમલો

ભાણવડના જશાપરના કુકીયા સીમમાં રહેતા મથુરભાઇ ભીમાભાઇ ગાગલીયા (ઉ.વ.૪૦) નામના આહિર યુવકે ભાણવડ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમા જગદા દેવશીભાઇ કરમુર તથા ભરત જગા કરમુરનું નામ આપ્યુ છે.ફરીયાદમાં જણાવ્યું છે કે, આજથી દોઢેક મહિના પહેલા કૌટુબીક ભાઇ હમીરભાઇ સાથે જગા કરમુરને માથાકુટ થઇ હતી અને હું તેમાં છોડાવવા વચ્ચે પડયો હતો તેનો ખાર રાખી ગઇકાલે ગ્રામ પંચાયતના કામ માટે રેતી ભરી આપતો હતો. ત્યારે બંન્ને જણાએ આવી ટ્રેકટરની ચાવી કાઢી ગાળા ગાળી કરવા લાગેલ અને પાવડાના હાથા વડે માર મારી મુંઢ ઇજા કરતા સારવાર લીધી છે. બનાવ અંગે પોલીસે યુવકની ફરીયાદ પરથી બંન્ને શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(12:56 pm IST)