Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

ગિરનાર રોપ-વેની અત્યાર સુધીમાં ૪ લાખ યાત્રિકોએ સફર કરી

રાજ્યમંત્રી જવાહરભાઇ ચાવડાના હસ્તે યાત્રિકોની સલામતી, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા માટે માય કેર સર્ટીફિકેટનું અનાવરણ

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ તા.૩:  યાત્રીકો અને કર્મચારીઓની સલામતી, સ્વચ્છતા અને સ્વાસ્થ્ય માટે ઉડન નેધરલેન્ડની કંપની દ્વારા ખટોલા રોપ-વે સાઇટ પર માય કેર સર્ટીફીકેટ આપવામાં આવે છે. જૂનાગઢ ગિરનાર સ્થિત ઉષા બ્રેકોને આ સર્ટીફીકેટ મળતા પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડા દ્વારા રોપ-વે પરીસરમાં યોજાએલ કાર્યક્રમમાં માય કેર સર્ટીફીકેટનું અનાવરણ કરાયું હતું.

સર્ટીફીકેટનું અનાવરણ કરી મંત્રીશ્રીએ કહ્યું કે,કોવિડ-૧૯ ની પરિસ્થિતીમાં ઉષા બ્રેકોએ સલામતી,સ્વચ્છતા અને સ્વાસ્થ્યના ઉચ્ચ ધોરણે પ્રસ્થાપીત કરવા બદલ નેધરલેન્ડની ડીએનવી કંપની દ્વારા આ સર્ટીફીકેટ અપાયુ છે. જે જૂનાગઢ અને ગુજરાત માટે ગૌરવની બાબત છે. તેમણે સર્ટીફીકેટ મેળવવા બદલ ઉષા બ્રેકોને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે અંબાજી મંદીરના મહંતશ્રી તનસુખગીરીબાપુએ આશીર્વચન આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે,૨૪ ઓકટોબર ૨૦૨૦ ના રોજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા રોપ-વેના ઉદ્દદ્યાટન બાદ અત્યાર સુધીમાં ૪ લાખથી વધુ યાત્રીકોએ માં અંબાજીના દર્શન કરવા સાથે એશીયાના સૌથી લાંબા ગીરનાર રોપ-વેની રોમાંચક સફરનો આનંદ લીધો છે.

અમારા માટે યાત્રીકો કર્મચારીઓની સલામતી અને સ્વાસ્થ્યની જાળવણી એ ગૌરવની બાબત છે, તેમ જણાવી ઉષા બ્રેકોના રીજીયોનલ હેડ દિપક કપલીશે કહયુ કે,ઉષા બ્રેકો રોપ-વે પરીસરમાં ઇન્ફેકશનનું રિસ્ક દ્યટાડવા માટે માય કેર ઇન્ફેકશન પ્રિવેન્શન રેડીનેસ સર્ટીફિકેટ મેળવનાર ભારતની પ્રથમ રોપ-વે કંપની છે.

 નેધરલેન્ડની કંપની ડીએનવી દ્વારા માય કેર ઇન્ફેકશન રિસ્ક મેનેજમેન્ટ પ્રોગ્રામ ઇન્ફેકશન રિસ્ક મેનેજમેન્ટ પ્રોફેશનલ્સના નિષ્ણાતોની ટીમે વૈશ્વીક સ્તરે વિકસીત કર્યો છે. ચોક્કસ માપદંડોને આધીન માય કેર સર્ટીફીકેટ આપવામાં આવે છે. ઉષા બ્રેકો કંપની પર વર્ષ થી રોપ-વે ક્ષેત્રે કાર્યરત હોવા સાથે દર વર્ષ ૭૦ લાખથી વધુ યાત્રીકોને રોપ-વેની આરામદાયક સુવિધા પુરી પાડે છે. આ કાર્યક્રમના પ્રારંભે ગીરનાર રોપ-વેના સીનીયર મેનેજર દ્યનશ્યામ પટેલે સૌનુ સ્વાગત કર્યું હતું.

(12:57 pm IST)