Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

સૌરાષ્ટ્ર યુનિ.નો દરેક વિદ્યાર્થી વેકસીનેશન અભિયાનનો બ્રાન્ડ એમ્બેસેડર બનશે

સૌરાષ્ટ્ર યુનિ. અંતર્ગત મહાવેકસીનેશન જાગૃતી અંગેનું કેમ્પેઇન શાંતાબા મેડીકલ કોલેજ ખાતે યોજાયું: અમરેલી જીલ્લાની તમામ કોલેજોના આચાર્યોને પોત-પોતાની કોલેજોમાં વિદ્યાર્થીઓને વેકસીનેશન કરાવવા હાકલઃ યુનિ.ના ઇતિહાસમાં પ્રથમ વખત કુલપતિ તથા ઉપકુલપતિ એક જ કાર્યક્રમમાં હાજર હોય તેવી અમરેલીમાં પ્રથમ ઘટના

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૩ : શાંતીબા મેડિકલ કોલેજ ખાતે યુનિ. રાજકોટ દ્વારા અમરેલી જિલ્લાની તમામ કોલેજોના આચાર્યો માટે યુનિવર્સિટીની તમામ વિદ્યાર્થી વેકસીન લઇને વેકસીનનેશન અભિયાનને સફળ બનાવે તે માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં સૌ. યુનિ. ના કુલપતિ માન. ડો. નિતિનભાઇ પેથાણી તથા ઉપકુલપતિ  વિજયભાઇ દેસાણી, સૌ. યુનિ. ના સિન્ડિીકેટ સભ્ય ડો. ગિરીશ ભીમાણી પાર્થિવભાઇ જોષી, નાગરિક સહકારી બેંકના ચેરમેન માનસુખભાઇ ધાનાણી, શાંતીબા મેકિડલ કોલેજ એન્ડ હોસ્પીટલના એમ.ડી. પિન્ટુભાઇ કાનાણી, ડો. અશોકભાઇ રામાનું જ તથા આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે વેકસીનનેશન અભિયાનને સફળ બનાવવા માર્ગદર્શન આપતા માર્ગદર્શન સેમિનારના અધ્યક્ષ તથા યુનિ.ના કુલપતિ ડો. નીતિનભાઇ પેથાણીએ અધ્યક્ષ સ્થાનેથી ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે વેકસીનેશન અભિયાનમાં વિદ્યાર્થીઓને અમો બ્રાન્ડ એમ્બેસેડરના સ્વરૂપે જોઇએ છીએ ત્યારે સો ટકા વેકસીનેશન કરીને સમગ્ર ગુજરાતમાં સૌ. યુનિ. પ્રથમ આવશે જેમાં શંકાને કોઇ સ્થાન નથી. ડો. નિતીન પેથાણીની હાંકલમાં સુર પુરવતા અતિથિ વિશેષ યુનિ.ના ઉપકુલપતિ ડો. વિજયભાઇ દેસાણી, સિન્ડીકેટ સભ્ય ડો. ગિરીશભાઇ ભીમાણી, નાગરિક બેંંકના ચેરમેન તથા ગજેરા સંંકુલના નિયામક મનસુખભાઇ ધાનાણીએ કુલમતિશ્રીના સંકલ્પને આવકારીને ઉપસ્થિત તમામ આચાર્યોને પોત-પોતાની કલેજોમાં વેકસીનેશન માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીને માર્ગદર્શન આપવા જણાવ્યું હતું. કાર્યક્રમના અંતે આભાર દર્શન એમ.ડી. પિન્ટુભાઇ ધાનાણી તથા સેમિનારનું સંચાલન હરેશભાઇ બાવીસીએ કર્યુ હતું.

(1:00 pm IST)