Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

પડધરીના નાના ખીજડીયા પાસે નવજાત બાળકી મળતા ચકચાર

બાળકીને સ્થાનીક લોકો અને પોલીસે તુરંત હોસ્પિટલ ખસેડી

પડધરી તાલુકાના નાના ખિજડીયા ગામે નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી છે. બાળકીને તરછોડી નાસી જનાર મહિલાની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

 આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પડધરી તાલુકાના નાના ખીજડીયા ગામે તળાવ પાસેથી કોઇ અજાણ્યા મહિલાએ નવજાત બાળકીને જીવીત હાલતમાં ત્યજી દીધી હોવાની પોલીસને જાણ થતાં તુરંત તળાવ પાસે દોડી ગઇ હતી, જીવીત બાળકીને સ્થાનીક લોકો અને પોલીસે તુરંત હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(1:07 pm IST)