Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા કચ્છમા માતાનામઢ ખાતે દેશદેવીના દર્શને : કોરોના મહામારીમાં લોકોના સારા સ્વાસ્થ્યની કામના કરી

(વિનોદ ગાલા દ્વારા) (ભુજ)     અન્ન અને નાગરિક પૂરવઠો અને  ગ્રાહકોની સુરક્ષા (ગ્રાહકોની બાબતો) અને કુટિર ઉદ્યોગ રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કચ્છ જિલ્લાની મુલાકાત દરમિયાન માતાનામઢ ખાતે દેશદેવી માં આશાપૂરાના દર્શન કરી આશિર્વાદ મેળવ્યા હતા અને કોરોના મહામારીમાં લોકોના સારા સ્વાસ્થ્યની કામના  કરી હતી.

  આ મુલાકાત દરમિયાન રાજ્યમંત્રીશ્રી સાથે માતાનામઢ જાગિર ટ્ર્સ્ટના ટ્રસ્ટીશ્રી ,સ્થાનિક સામાજિક અગ્રણીશ્રીઓ તેમજ નખત્રાણા પ્રાંત અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

(4:04 pm IST)