Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

વરસાદ ખેંચાતા ખેડૂતોને સિંચાઈ માટે પાણી પહોંચાડવા સાંસદની માંગ.સાંસદ મોહનભાઇએ મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી

મોરબી : જુન મહિનામાં વાવણી લાયક વરસાદ વરસ્યા બાદ હવે વરસાદ ખેંચાતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે ત્યારે સાંસદ મોહનભાઇ કુંડારીયાએ ઉભા મોલને જીવતદાન મળે તે માટે ખેડૂતોને સિંચાઈ માટે પાણી પહોંચાડવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિત રજુઆત કરી છે.
રજૂઆતમાં જણાવાયું છે કે, સૌરાષ્ટ્ર વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થવાના કારણે ખેડૂતોએ વાવેતર કરી લીધેલ છે.પરંતુ હાલ વરસાદ ખેચાવાના કારણે પાક નિષ્ફળ જાય તેમ હોય જે-તે જગ્યાએ સિંચાઈની સુવિધા હોય તેવા ડેમમાંથી કેનાલ મારફતે અને જ્યાં ‘સૌની યોજના’ની પાઈપલાઈન અને કેનાલના માધ્યમથી ખેડૂતોને જો પાણી આપવામાં આવે તો જેટલો સિંચાઈ હેઠળનો વિસ્તાર છે, તે ખેડૂતોનો મોલ બચી શકે એટલા માટે સરકાર હંમેશા ખેડૂતોની ચિંતા કરતી હોય. તેથી કરીને પાણીની તપાસ કરીને તાત્કાલિક યોગ્ય નિર્ણય કરવામાં આવે તો શક્ય તેટલા ખેડૂતોને મદદરૂપ થઈ શકાય. આ બાબતે તાત્કાલિક યોગ્ય નિર્ણય કરવા રજુઆત કરવા સાંસદ મોહનભાઇ કુંડારીયા એ લેખીત રજુઆત કરી છે.

(6:41 pm IST)