Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

કચ્છના કોઠારા ગામે ગુમ થયેલા ૧૮ વર્ષીય યુવાનની લાશ મળતાં ચકચાર: તીક્ષ્ણ હથિયારથી હત્યા

ભુજ : કચ્છના અબડાસા તા.ના કોઠારા નજીકના ખીરસરા ગામના દિવસથી લાપતા ક્ષત્રિય યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. ૧૮ વર્ષીય યુવાન મિતરાજસિંહ હઠુભા જાડેજા  બે દિવસથી લાપતા હોઈ તેની શોધખોળ કરાઈ રહી હતી. કોઠારા પોલીસ સ્ટેશનના પી. એસ. આઈ જાડેજાના જણાવ્યા પ્રમાણે મૃતક યુવાન પર જીવલેણ હુમલો કરાયો હોવાનું અને તિક્ષણ હથિયારના ઘા મારી તેની હત્યા કરાઇ હોવાનું જણાઈ આવે છે. વધુ તપાસ અર્થે લાશનું પીએમ માટે મોકલવામાં આવી છે. હત્યા કરાયેલ હાલતમાં મળી આવેલ લાશના આ બનાવે કોઠારા પંથકમાં સનસનાટી સર્જી છે. આ ઘટનાના પગલે કોઠારા પોલીસે સમગ્ર ઘટનાની છાનબીન સાથે તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.

(8:58 pm IST)