Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

મોરબીના મહેન્દ્રનગર ગામના સરપંચને ડીડીઓ દ્વારા હોદા પરથી દુર કરાયા :ઉપસરપંચને ચાર્જ સોપવામાં આવ્યો

મોરબીના મહેન્દ્રનગર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા પંચાયત સભાની મંજુરી વગર નળની લાઈન નાખવાનું કામ કરવા તેમજ જુના બસ સ્ટેન્ડનું બાંધકામ દુર ના કરતા જીલ્લા વિકાસ અધિકારીએ સરપંચને હોદા પરથી દુર કરવાનો આદેશ કર્યો છે તો ટીડીઓ દ્વારા ઉપસરપંચને સરપંચનો ચાર્જ સોપ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે  
મોરબી તાલુકાના મહેદ્રનગર ગામના મહિલા સરપંચ હેતલબેન એન મુછડીયા દ્વારા કોરોના કાળમાં ગ્રામ પંચાયત સભાની મંજૂરી વગર મહેન્દ્રનગરના ઈન્દીરાનગર વિસ્તારમાં નળની લાઈન નાખવા જેસીબીથી ખોદકામ કરાવતા આ મામલે ઉપસરપંચ રાજાભાઈ મનજીભાઇ પરમાર દ્વારા ટીડીઓ સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન કૈલા દ્વારા જુના બસ સ્ટેન્ડનાં બાંધકામને હટાવવા લેખિત આપવા છતાં બાંધકામ દૂર કરવામાં ન આવતા આ મામલે પણ જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરવામાં આવી હતી.
જે અંગે કેસ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ ચાલી જતા બન્ને પક્ષની હકીકત ધ્યાને લઈ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તલાટી મંત્રીને બાયપાસ કરી સતાનો દુરપયોગ કરનાર મહેન્દ્રનગર સરપંચ હેતલબેન એન મુછડિયાને સતા ઉપરથી દૂર કરવા આદેશ કર્યો છે તાલુકા વિકાસ અધિકારી દ્વારા ઉપસરપંચ રાજાભાઈ મનજીભાઈ પરમારને હાલ મહેન્દ્રનગર ગ્રામ પંચાયતના સરપંચનો ચાર્જ આપ્યો છે

(9:40 pm IST)