Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

ચોરી પે સીનાજોરી : મોરબીમાં ઓવરલોડ ટ્રક રોકવા જતા આરટીઓ અધિકારીને ધમકી

આરટીઓ અધિકારીની ફરિયાદને પગલે પોલીસે ફરજમાં રૂકાવટ અંગે ગુન્હો નોંધી ચાર શખ્શોને ઝડપ્યા

મોરબી પંથકમાં વાહનચાલકો બેફામ બન્યા છે નિયમ વિરુદ્ધ ઓવરલોડ ભરીને જતા હોય અને રોકનાર સામે દાદાગીરી કરતા હોય છે આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં ઓવરલોડ જતા ટ્રક ડીટેઈન કરવા જતા આરટીઓ અધિકારીને ચાર શખ્શોએ ધમકી આપી ફરજમાં રૂકાવટ કરી હોય જે બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી ચાર શખ્શોને  ઝડપી લીધા છે
મોરબીના ટીંબડી પાટિયા નજીક પાટીદાર ટાઉનશીપમાં રહેતા અપૂર્વકુમાર પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ભરતનગર ગામ પાસે આરોપી કુશારામ ક્રિષ્નારામ પ્રજાપતિ( રહે રાજસ્થાન) ના ટ્રક આરજે ૧૯ જીઈ ૨૬૬૭ માં ઓવરલોડ સામાન ભરેલ હોય અને ગુજરાત રાજ્યમાં ટેક્ષ બાકી હોય જેથી ટ્રકને ડીટેઈન કરી આરટીઓ કચેરી મોરબી ખાતે લેવાનું કહેતા આરોપીએ વનરાજ ભાનુભાઈ કવાડિયાને ફોન કરીને બોલાવેલ અને ટ્રકને આરટીઓ કચેરી નહિ લઇ જઈ ધરમપુરના ભારત પેટ્રોલીયમ નજીક રોકી દીધો હતો અને આરોપીઓ કુશારામ ક્રિષ્નારામ પ્રજાપતિ (રહે રાજસ્થાન ) ઉદયસિંહ દેરાવરસિંહ રાઠોડ( રહે રાજસ્થાન)  વનરાજ ભાનુભાઈ કવાડિયા ( રહે મોરબી ૨ શ્રીમદ સોસાયટી )અને ગણપતસિંગ પ્રેમસિંગ ચૌહાણ( રહે ટીંબડી પાટિયા પાસે ) એમ ચાર શખ્સોએ ટ્રક આરટીઓ કચેરી નથી લેવી તારાથી થઈ તે કરી લે કહીને કાયદેસર ફરજમાં રૂકાવટ કરીને ગાળો આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદને પગલે મોરબી તાલુકા પોલીસે ચારેય આરોપીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(9:47 pm IST)