Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા ટીચર્સ ટ્રેનીંગ વર્કશોપ યોજાયો :વિવિધ ૩૦ શાળામાંથી ૩૦ શિક્ષકોએ બે દિવસની તાલીમ લીધી

મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા સામાકાંઠે આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે ટીચર્સ ટ્રેનીંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ ૩૦ શાળામાંથી ૩૦ શિક્ષકોએ બે દિવસની તાલીમ લીધી હતી
જે ટીચર્સ ટ્રેનીંગ વર્કશોપમાં ૫ સરકારી શાળાના પ્રિન્સીપાલોએ પણ ભાગ લીધો હતો બે દિવસ તાલીમ દરમિયાન મેળવેલ જ્ઞાન દરેક શિક્ષકો પોતાની શાળામાં ઉપયોગ કરી બાળકો સુધી આ વાત પહોંચાડવી, જે આ તાલીમનો મુખ્ય ઉદેશ હતો જેથી દરેક શાળામાંથી ૧ શિક્ષાની પસંદગી કરવામાં આવી હતી બે દિવસની તાલીમથી પ્રભાવિત થઈને સાર્થક વિદ્યામંદિરના કિશોરભાઈ શુક્લ અને પ્રમોદ્સિંહ રાણાએ શાળાના શિક્ષકો માટે આવો જ ટીચર્સ ટ્રેનીંગ વર્કશોપ કરવા માટે ઈચ્છા દર્શાવી હતી જેનું આયોજન આગામી તા. ૨૨ અને ૨૩ જુલાઈના રોજ કરાશે
કાર્યક્રમમાં લાયન્સ કલબના ડીસ્ટ્રીકટ ગવર્નર વસંતભાઈ મોવલીયા, ડીસ્ટ્રીકટ ચેરમેન રાકેશ નાકરાણી અમરેલીથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત રમેશભાઈ રૂપાલા અને તુષારભાઈ દફતરી પણ હાજર રહ્યા હતા કાર્યક્રમના અંતે આભાર વિધિ ક્લબ પ્રેસિડેન્ટ ડો. પ્રેયશ પંડ્યાએ ટ્રેનર યોગેશ પોટા અમદાવાદ તેમજ સાર્થક વિદ્યામંદિરના કિશોરભાઈ શુક્લ અને પ્રમોદ્સિંહ રાણાનો આભાર વ્યક્ત કર્યો છે

(9:48 pm IST)