Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

ભંગાર વીણવાનું કામ કરતા મોકો જોઇને ચોરીને અંજામ આપનાર બે ઝડપાયા.

બંન્ને આરોપીઓ પાસેથી ટીવી, સ્પીકર કિં.રૂ.૧૦,૦૦૦ તથા અલગ-અલગ કંપનીના નવા મોબાઇલ ફોન નંગ-૧૯ કિ. ૧,૬૩,૦૦૦ સહિત કુલ ૧,૮૨,૭૦૦ ના મુદ્દામાલ કબ્જે

મોરબી :ભંગાર વિણવાનું કામ કરતા કરનાર ત્રિપુટી મોકો મળે ત્યારે બંધ સ્કુલ, દુકાન તથા વાડી વિસ્તારમાંથી કેબલ વાયર સહિતની ચીજ વસ્તુની ચોરી કરતા તેમજ હળવદ તાલુકામાં અનેક ચોરીને અંજામ આપેલ હોવાથી મોરબી એલસીબી ટીમે બાતમીના આધારે બે શખ્સોને ચોરીના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
 મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરાના માર્ગદર્શન હેઠળ મોરબ એલસીબી પી આઈ વી બી જાડેજાની સુચનાથી પી એસ આઈ એન બી ડાભી સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પોલીસ સ્ટાફના સજંયભાઈ પટેલ, ચંદુભાઈ કાણોતરા અને દશરથસિંહ પરમારને બાતમી મળી હતી કે હળવદના મોરબી ચોકડી નજીક ભવાનીનગર લાંબીદેરી વિસ્તારમાં રહેતા ગગજી જીવરાજભાઈ કુંઢીયા અને મહેશ ઉર્ફે મુકેશ ધનજીભાઇ વાજેલીયા નામના શખ્સોએ ચરાડવાની કે.ટી.મીલની સ્કૂલની ઓફીસના તાળા તોડી ટીવી સ્પીકર, મોનીટરની તથા હળવદ મોબાઇલની દુકાન તોડી મોબાઇલ ફોનની ચોરી કરેલ હોય જે ટીવી તથા મોબાઇલ વેચવા કે સગેવગે કરવાની પેરવીમાં હોય તેવી બાતમીના આધારે દરોડો પાડી બન્ને શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા
બાદમાં બંનેની પુછપરછ કરતા આરોપીઓએ ચરાડવા કે.ટી.મીલની સ્કૂલ તથા હળવદ ગીની ગેસ્ટ હાઉસ સામે આવેલ મોબાઇલ ફોનની દુકાન તોડી મોબાઈલ ફોન, ટીવી, મોનીટર, સ્પીકરની ચોરી કરેલની કબુલાત આપતા પકડાયેલ બંન્ને આરોપીઓ પાસેથી ટીવી, સ્પીકર કિં.રૂ.૧૦,૦૦૦ તથા અલગ-અલગ કંપનીના નવા મોબાઇલ ફોન નંગ-૧૯ કિ. ૧,૬૩,૦૦૦ સહિત કુલ ૧,૮૨,૭૦૦ ના મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.તો આરોપી મહેશ રાજુભાઇ ડઢાણીયા રહે. હળવદ, ભવાનીનગર, લાંબીદરીનું નામ ખુલતા તેને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે
આ સફળ કામગીરી એલસીબી પી.આઇ. વી.બી.જાડેજા, પીએસઆઇ એન.બી.ડાભી, એ .ડી. જાડેજા, ચંદુભાઇ કાણોતરા, સંજયભાઇ મૈયડ, પૃથ્વીરાજસિંહ જાડેજા, વિક્રમસિંહ બોરાણા, શક્તિસિંહ ઝાલા, જયવંતસિંહ ગોહીલ, ચંન્દ્રકાંતભાઇ વામજા,જયેશભાઈ વાઘેલા, સહદેવસિંહ જાડેજા, ફુલીબેન તરાર, એએસઆઈ સંજયભાઇ પટેલ, રજનીકાંત કેલા, કૌશીકભાઇ મારવણીયા, PC ભરતભાઇ જીલરીયા, ભગીરથસિંહ ઝાલા, ભરતભાઇ મિયાત્રા, નિરવભાઇ મકવાણા નિર્મળસિંહ જાડેજા, દશરથસિંહ પરમાર, અશોકસિંહ ચુડાસમા, બ્રીજેશભાઇ કાસુન્દ્રા, વિક્રમભાઇ કુગશીયા, સતીષભાઇ કાંજીયા, હરેશભાઇ સરવૈયા, રણવીરસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા વિગેરે જોડાયેલ હતા.

(9:59 pm IST)