Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

કચ્છના ગાંધીધામમાં ૩ વર્ષની બાળકીને અડપલાં કરનાર ઢગો ઝડપાયો

ચોકલેટની લાલચ આપી અડપલાં કરતાં બાળકીએ બૂમાબૂમ કરી

(વિનોદ ગાલા દ્વારા) : (ભુજ) માસૂમ બાળકીઓ સાથે અડપલા કરનારા વિકૃત માનસિકતા ધરાવતા તત્વો સામે અતિ કડક કાર્યવાહી કરી તેમને ઝડપભેર આકરી સજા ફટકારી ધાક બેસાડતા કાયદાની જરૂર છે. ગાંધીધામમાં વિકૃત માનસિકતા ધરાવતો ઢગો નાની માસૂમ બાળકીની બૂમાબૂમ ને કારણે ઝડપાઈ ગયો હતો. કાર્ગો ઝૂપડપટ્ટી વિસ્તારમાં રાજવીરસિંગ નામના શખ્સે ત્રણ વર્ષની માસૂમ બાળકીને ચોકલેટની લાલચ આપી અડપલાં કરતાં તે બાળકીએ બૂમાબૂમ કરી મૂકી હતી. જેને પગલે લોકો દોડી આવ્યા હતા અને આ ઢગો ઝડપાઈ ગયો હતો. બાળકીના પરિવારજનોએ તેની વિરૂધ્ધ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ લખાવી છે. પોલીસે પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની અટક કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

 

 
(9:54 am IST)