Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

સુરેન્‍દ્રનગરમાં સવા લાખની ઘરફોડી

વઢવાણ,તા ૩: સુરેન્‍દ્રનગર રચના કોલોની ન્‍યુજંકશન કોલોની વિસ્‍તારના ક્‍વાટર્સના રહીશ સામાન ખરીદવા બજાર ગયા હતા.તે દરમિયાન દ્યરની પાછળના ભાગના દરવાજાનો નકુચો તોડી તસ્‍કરો દ્યરમાં ધુસી ચોરી કરી ગયા હતા. આ બનાવની જાણ થતા રહીશે સોનાચાંદી દાગીના રોકડ સહિત રૂ.૧.૨૮ લાખના મુદામાલની ચોરી થયાની રેલ્‍વે પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.

સાધનાબેન રાજીવરંજન સિન્‍હાએ ફરીયાદ નોંધાવી હતી.જેમાં જણાવ્‍યા મુંજબ તેમના પતિ રેલ્‍વે હેડક્‍વાટર્સ સુરેન્‍દ્રનગર લોકોપાઇલોટ તરીકે નોકરી કરે છે. તેઓ રવિવારે નોકરી પર ગયા હતા. અને સાધના બેન ઘરનો સામાન ખરીદવા તેમના સહેલી ખુશ્‍બુ તથા તેમના પતિ જીતેન્‍દ્રભાઇ ચૌધરી સાથે બપોરે ગયા હતા. જયાંથી પરત આવતા દ્યરમાં તાળુ ખોલી અંદર જઇ જોતા બાલ્‍કનીનો દરવાજો જે બહાર જતી વખતે બંધ કરેલો તે ખુલ્લો અને હેન્‍ડલ તુટેલુ જણાયુ હતુ. અને બેડરૂમમાંતપાસ કરતા અલમારીમાંથી દાગીના રાખવાનના ખાના અને સામાન વેરવીખેર જણાયો હતો.આથી રેલ્‍વે પોલીસમાં સોનાની ચેઇન, સોનાની કાનની બુટી, સોનાની વીટી, ચાંદીની પાયલ, કંગન, રોકડા રૂપીયા સહિત ૧,૨૮,૦૦૦દ્ગક્ર મુદામાલ કોઇ ચોરી કરી ગયાનું નોંધાવ્‍યુ હતુ. આથી આ બનાવમાં ચોરી અંગે ફરીયાદ નોંધી વધુ તપાસ રેલ્‍વે પોલીસના પીએસઆઇ નવીનકુમાર ચાવડા ચલાવી રહ્યા છે.

વેળાવદરમાં પ્રેમ સંબંધ મામલે ધોકાથી હુમલો

વેળાવદર ગામે પ્રેમ સબંધ બાબતનું મન દુઃખ કરી માર મારી એક વ્‍યકિત ઉપર ધોકાથી હુમલો કરી માર મારી ઈજા પહોંચાડયાની પોલીસ ફરીયાદ નોંધાઈ છે. મહેશભાઈ ગણેશભાઈ ડાભીને ગામમાંજ રહેતા નટવરભાઈ ધરમશીભાઈ ડાભીનાં પત્‍નિ સાથે બારેક મહીના પહેલા પ્રેમ સબંધ હતો જેની જાણ પતિને થઈ જતા બોલાચાલી થઈ હતી અને ઘરમેળે સમાધાન પણ થઈ ગયુ હતુ. તેમ છતા શનિવારે સાંજે પ્રવિણભાઈ ધરમશીભાઈ ડાભી, નટવરભાઈ ધરમશીભાઈ ડાભી અને બે અજાણ્‍યા માણસોએ મહેશભાઈને ઘરમાંથી બહાર બોલાવી ધોકા અને ઢીકાપાટુનો માર મારી ઈજા પહોંચાડી હતી.

ખોટો ફોન કરનાર ઝડપાયો

સુરેન્‍દ્રનગર જિલ્લા પોલીસવડાની કચેરીમાં ફોન કરીને હું પ્રાઈમ મીનીસ્‍ટરનાં કાર્યાલયમાં અધિકારી તરીકે ફરજ બજાવુ છુ તેવા ફોન કરનાર પ્રમોદ દલાલ નામના શખ્‍સ સામે એ ડીવીઝન પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

કેવડીયા ખાતે આવેલા સ્‍ટેચ્‍યુઓફ યુનિટીમાં પ્રાઈમ મીનીસ્‍ટર કાર્યાલય નવીદિલ્‍હીમાં અધિકારી તરીકે ફરજ બજાવતો હોવાનું જણાવી રાજય સેવક તરીકે ખોટુ નામ ધારણ કરી સ્‍ટેચ્‍યુઓફ યુનિટી કેવડીયા ફરીને ગુનો કરતા પ્રમોદલાલ નામનો શખ્‍સ પકડાઈ ગયાની જાણ સુરેન્‍દ્રનગર જિલ્લા પોલીસ વડાની કચેરીમાં ફરજ બજાવતા પોલીસવડાના પી.એ.મહેન્‍દ્રસિંહ શકિતસિંહ જાડેજાને થતા તેમણે એ ડિવીઝન પોલીસને જાણ કરી હતી.

પ્રમોદ દલાલ નામના આ શખ્‍સે એકાદ મહીના પહેલા પોલીસવડાની કચેરીમાં ફોન કરી પી.એ. મહેન્‍દ્રસિંહ જાડેજાને જણાવેલ હતુ કે, હું પ્રાઈમ મીનીસટરના કાર્યાલયમાં અધિકારી તરીકે ફરજ બજાવુ છુ. અમારે ઘણા જિલ્લામાં ચોક્કસ પ્રકારનો સર્વે કરવાનો પ્રવાસ હોય છે તેથી ડી.એસ.પી. સાથે ફોન ઉપર વાત કરવી છે તેમ કહી ખોટો હોદ્દો ધારણ કરી ગુનો કરતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

(11:14 am IST)