Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

વાંકાનેરમાં રાજગુરૂ નાગા બાવાજીની સિદ્ધ જગ્યામાં આજે રાજગુરૂ નાગાબાવાનો પ્રથમ ભંડારો

રાજગુરૂ અન્નક્ષેત્ર નાગાબાવાનો પ્રારંભ : દરરોજ બપોરે સાધુ, સંતો માટે અવિરત સદાવ્રત

વાંકાનેર, તા. ૩ : વાંકાનેર માં જડેશ્વર રોડ ઉપર આવેલ વર્ષો પુરાણી ઐતિહાસિક શ્રી રાજગૂરૂ નાગાબાવાની જગ્યા આવેલી છે શ્રી નાગા બાવાની જગ્યાનો અનોખો મહાત્મય આવેલો છે.આ જગ્યામાં શ્રી રાજગૂરૂ નાગાબાવા ની અસીમ કૃપાથી હાલના મહંત શ્રી જગદીશગીરીબાપૂ એ સાધુ, સંતો ના રૂડા આશીર્વાદથી અને સેવકગણના સાથ સહકારથી આયોજિત મહંત શ્રી જગદીશગીરીબાપૂ ઁ નમો નારાયણ સાથ આજથી આ જગ્યામાં બપોરે એક ટાઈમ સાધૂ , સંતો માટે ભોજન હરી હર મહા પ્રસાદ શરૂ કરેલ છે નેૅ અન્નક્ષેત્ર અવિરત કાયમ બપોરે સાધુ , સંતો માટે આજથી ચાલુ રહેશે , આજરોજ ઑ સદાવ્રતના મંગલ પ્રારંભ દીપ પ્રાગટ્ય વિધિ સંતો ના હસ્તે કરવામાં આવેલ જેમાં સંતશ્રી ૧૦૦૮ મહા મંડલેશ્વરશ્રી ગોપાલગીરીબાપૂ ( મોલડી) નાગા સન્યાસી, મહાકાળી આશ્રમ, ખેરવા સંતશ્રી છબીલદાસજીબાપૂ ગૂરૂ નારણદાસજી શ્રી રઘુનાથજી મંદિર, વાંકાનેર, ભાવેસ્વરીબેન માતાજી, રામ ધન આશ્રમ, મોરબી , બસીદાસજી મહારા ઝાલા ભગત ની જગ્યા, મેસરીયા, ભીખુગીરીબાપૂ, શકિત માતાજી ની જગ્યા મોરબી, મહેશગીરીબાપૂ ચામુંડા માતાજી ની જગ્યા, ચોટીલા, અમિતગીરીબાપૂ, ચામુંડા માતાજીની જગ્યા, ચોટીલા, શ્રી રણછોડદાસબાપૂ દુધરેજીયા, આઇશ્રી ખોડિયાર માતાજી, માટેલ, અશ્વિનબાપૂ, શ્રી ગાયત્રી શકિતપીઠ, શ્રી ગાયત્રી મંદિર, વાંકાનેર, હોલ માતાજી ની જગ્યા , હોલ મઢ , વિશાલબાપૂ, શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર, વાંકાનેર, રતિલાલજી મહારાજ (સ્વંયભૂ શ્રી જડેશ્વર મહાદેવ મંદિર) રવિશકર મહારાજ, ખારી, જોધપર, મહંત લાલજી મહારાજ, સિધાવદર, મહંત લીલાધરી હનુમાનજી ની જગ્યા , વધાસિયા, અમરધામ શ્રી ખોડિયાર માતાજી , માટેલ રોડ આ દિવ્ય પાવન પૂયશાળી અવસરે સંતો, મહંતો ના હસ્તે સવારે ૅ દીપ પ્રાગટ્ય વિધિ કરવામાં આવેલ તેમજ સંતોના સન્માન સવારે દસ કલાકે કરવામાં આવેલ હતા, આ પ્રંસગે મુખ્ય મહેમાન શ્રી મહારાણા રાજ સાહેબ કેસરીદેવસિંહજીબાપૂ, શ્રી જીતુભાઇ સોમાણી, (માં. ન. પાલિકા પૂર્વ પ્રમુખ) જાણીતા ઉદ્યોગપતી શ્રી પ્રજ્ઞેશભાઈ પટેલ (જસદણ સિરામિક) અમિતસિંહ રાણા , શ્રી ધનશ્યામભાઈ ઢોલરિયા (નોબલ સિરામિક) શ્રી નીતિનભાઈ શેઠ , મયુરસિંહ ઝાલા (પેટ્રોલપંપ વારા) શ્રી જયુંભા પ્રવીણસિંહ ઝાલા (ઝાલા ટ્રાન્સપોર્ટ) પ્રદીપસિંહ (ઈમપીરીયલ હોટલ) શ્રી યોગેદ્રસિંહ ઝાલા , જ્ઞાનગંગા સ્કૂલ , શ્રી પરેસ(શારદા વિધાલય સ્કૂલ વગેરે મહાનુભાવો , આ પ્રંસગે ઉપસ્થિત રહેનાર છે, નાગા બાવા ના મહંતશ્રી ના જણાવ્યા અનુસાર આ જગ્યાના સહુ ના સાથ અને સહકાર થી આજથી દરરોજ બપોરે સાધુ, સંતો માટે જમવાનું સદાવ્રત ચાલુ કરેલ છે અને સહુ ભાવિક ભકતજનોનો સહકાર મળશે , આજે આ સદાવ્રત ના શુભ પ્રારંભ અવસરે સાધુ , સંતો ના આશીવાદ તેમજ સન્માન યોજાયેલ હતું.

(11:49 am IST)