Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

ગોંડલમાં નવા પીઆઇ સંગાડાએ ચાર્જ સંભાળ્યો અસામાજીક તત્વો સામે આકરૃં વલણ

ગોંડલ તા.૩ : ગોંડલ સીટી પીઆઇ સંજયસિંહ જાડેજા ની બદલી થતા તેમની જગ્યાએ પીઆઇ.એમ.આર.સંગાડાની નિમણુંક થતાં ચાર્જ સંભાળ્યો હતો.

પીઆઇ.સંગાડાએ હાજર થતાં જ પેટ્રોલીંગ વધારી ટ્રાફીક પોઇન્ટ પર ચેકીંગ હાથ ધર્યુ હતુ.

પીઆઇ સંગાડા એ જણાવ્યું કે શહેર ની ટ્રાફીક સમસ્યા અંગે કડક કાર્યવાહી હાથ ધરાશે.બસસ્ટેન્ડ વિસ્તાર, જેલચોક, ગુંદાળા દરવાજા, માંડવીચોક જેવાં ટ્રાફીકથી ધમધમતા વિસ્તારોમાં પેટ્રોલીંગ ઉપરાંત પોલીસ સ્ટાફ વધારી ટ્રાફીક સમસ્યા હલ કરવા ઝુંબેશ હાથ ધરાશે.

તેમણે કહયું કે કોરોના ને લઇને સોશ્યલ ડિસ્ટન્સ,માસ્ક સહીતની અમલવારી કડક હાથે કરાશે.

શહેરમાં લુખ્ખા તત્વો અને અસામાજીક પ્રવૃતિઓ ને સખ્તાઇ પુર્વક ડામી દેવાશે.સ્કુલ કોલેજો પાસે પેટ્રોલીંગ દ્વારા આવારા તત્વોને સીધાદોર કરાશે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા તથાં ટ્રાફીક અંગે સામાજિક સંસ્થાને સુચન માટે તેમણે આહવાન આપ્યુ છે. 

(11:51 am IST)