Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

શ્રી સોમનાથ મહાદેવના દર્શને એક મહિનામાં ૩,૯૭,૪૭૮ ભાવિકો

અત્યારથી જ ભાવિકોમાં શ્રાવણ મહિનો આવ્યો હોય તેવી અનુભૂતી

(મીનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ તા. ૩ : વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે સમગ્ર જુલાઇ-૨૧ માસમાં ૩,૯૭,૪૭૮ દર્શનાર્થીઓએ ભગવાન ભોળાનાથના દર્શન કરી ધન્ય બન્યા. જે ગત વરસે સમગ્ર દેશમાં કોરોના સંક્રમણમાના જુલાઇ-૨૦૨૦માં ૧,૦૦,૩૯૩ દર્શનાર્થીઓ જ દર્શન કરવા આવ્યા હતા.

હાલ વર્ક્ષ ૨૦૨૧માં સમગ્ર દેશ - જિલ્લામાં કોરોના નાબુદ કે હળવો થતાં લોકોમાં આશાનો સંચાર જાગ્યો છે જેને કારણે પ્રત્યેક માસના શનિ - રવિ - સોમ સૌરાષ્ટ્ર - ગુજરાત - પરપ્રાંતના ખૂબ જ ભાવિકો ઉમટે છે.

જુલાઇ ૨૦૨૧ શનિ-રવિ-સોમ દર્શનાર્થી વિગત

તા. ૩ - ૧૧૫૨૧, તા. ૪ - ૧૭૮૯૫, તા. ૫ - ૧૨૮૫૭, તા. ૧૦  - ૧૪૨૧૨, તા. ૧૧ - ૧૮૬૪૧, તા. ૧૨ - ૧૨૬૫૬, તા. ૧૭ - ૧૬૫૧૩, તા. ૧૮ - ૨૧૪૧૭, તા. ૧૯ - ૧૭૦૧૭, તા. ૨૪ - ૨૩૫૧૩, તા. ૨૫ - ૨૧૩૬૧, તા. ૨૬ - ૧૮૬૯૯

સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા તથા ટ્રસ્ટી સચિવ પ્રવિણભાઇ લહેરીના માર્ગદર્શન હેઠળ કાળજીને કારણે દર્શનાર્થીઓના આરોગ્ય સાવચેતી અને શ્રધ્ધાનું સન્માન જળવાય તેવી કોવીડ-૧૯ની માર્ગદર્શીકા મુજબ સુદ્રઢ પરફેકટ વ્યવસ્થાઓ ગોઠવાઇ હોવાને કારણે દર્શનાર્થીઓ સોમનાથ તીર્થ આવવામાં વિશ્વાસ ઉત્તરોત્તર વધતો જ રહ્યો છે.

સોમનાથ મંદિર પાસે જાણે શ્રાવણ મહિનો શરૂ થઇ ગયો હોય તેવી પ્રસન્નતા દર્શનાર્થી - વ્યવસાયકારોમાં નજરે ચઢે છે.

ભિક્ષા માગતા કેટલાક બાળકો - બાલિકાઓ પરંપરાગત આ કાર્ય કર્યું ન હોવા છતાં હાથમાં રકાબીમાં કંકુ કે ચંદન ઘોળી મંદિર આસપાસ દર્શનાર્થીઓને પવિત્ર ચિત્રવાળા ચંદન કરી દક્ષિણા મેળવી આજીવીકા મેળવે છે. આવું જ બહારથી કેટલાક આવેલા ભગવા ઉપવસ્ત્ર વીંટાળી ચંદન કરતા નજરે પડે છે. આમ, પરંપરાગત ભીક્ષા માગવામાં કયારેક ભીક્ષા મળતી ન મળતી પરંતુ કોઇને ચાંદલો લલાટે કરે એટલે કંઇને કંઇ મળી જ રહે છે.

હિન્દીભાષી પ્રદેશમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે જેના યાત્રિકો પણ સોમનાથ રેલવે - બસ - ખાનગી ટ્રાવેલ્સ શરૂ થતાં દરરોજ આવતાં જ રહે છે. પવિત્ર શ્રાવણનો ઉત્સાહમાં ઉમેરો એટલો જ આ વરસે શ્રાવણના પાંચ સોમવાર છે.

(11:53 am IST)