Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

સૌરાષ્ટ્ર - કચ્છમાં સુશાસનના ૫ વર્ષ અંતર્ગત અન્નોત્સવ દિવસની ઉજવણી

જિલ્લા કક્ષાએ રાજ્યના મંત્રીઓ - બોર્ડના ચેરમેનો અને હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કાર્યક્રમો યોજાયા

રાજકોટ તા. ૩ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં રાજ્ય સરકારના સુશાસનના ૫ વર્ષ અંતર્ગત અન્નોત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકા : સમગ્ર રાજયમાં ઉજવાઈ રહેલ 'સુશાસનના પાંચ વર્ષ' ઉજવણી કાર્યક્રમ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ તા.૧ થી ૯ ઓગસ્ટ સુધીના શ્રેણીબદ્ઘ કાર્યક્રમોનુ આયોજન હાથ ધરાયુ છે. જે અંતર્ગત ખંભાળીયા સ્થિત પોરબંદર રોડ પર આવેલ ટાઉનહોલ ખાતે ગુજરાત મ્યુનિસીપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ડો. ધનસુખભાઇ ભંડેરીની અધ્યક્ષતામાં 'અન્નોત્સવ દિવસ'ની ઉજવણી કરાઇ હતી. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે યોજાનારા વર્ચ્યુઅલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાયું હતું.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : સમગ્ર રાજયમાં ઉજવાઈ રહેલ 'સુશાસનના પાંચ વર્ષ' ઉજવણી કાર્યક્રમ અંતર્ગત જામનગર જિલ્લામાં પણ તા.૧ થી ૯ ઓગસ્ટ સુધીના શ્રેણીબદ્ઘ કાર્યક્રમોનુ આયોજન હાથ ધરાયુ હતું.

જે અંતર્ગત જામનગર જિલ્લામા ઉજવણી કાર્યક્રમના ત્રીજા દિવસે એટલે કે તા.૦૩/૦૮/૨૦૨૧ના રોજ 'અન્નોત્સવ દિવસ'ની ઉજવણી કરવામા આવશે. જેમાં 'અન્નોત્સવ દિવસ'નો મુખ્ય કાર્યક્રમ મંત્રીશ્રી સૌરભભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ધનવંતરી હોલ, જામનગર ખાતે યોજાયેલ. તેમજ જામનગર શહેરના ૧૬ વોર્ડ, તાલુકા કક્ષાએ ૧૮ સ્થળોએ અને જિલ્લાના ૧૭૭ એફ.પી.એસ. કેન્દ્રો ખાતે સવારે ૧૦ કલાકે આ કાર્યક્રમ યોજાયેલ.

જે કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના વિવિધ સ્થળો પરથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત એન.એફ.એસ.એ. લાભાર્થીઓને અનાજ વિતરણ કરાયેલ. કાર્યક્રમમાં પ્રતિકરૂપે ૫૦ લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે અનાજ વિતરિત કરવામાં આવેલ. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે યોજાનારા વર્ચ્યુઅલ કાર્યક્રમનું પણ ઉપરોકત તમામ સ્થળોએથી જીવંત પ્રસારણ કરાયેલ.

સુરેન્દ્રનગર

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ : જિલ્લામાં સુશાસનના પાંચ વર્ષ કાર્યક્રમના ત્રીજા દિવસે એટલે કે આજે તા. ૩ના 'અન્નોત્સવ દિવસ'ની મુખ્ય ઉજવણી સુરેન્દ્રનગર પ્રાથમિક શાળા નંબર ૧૨ ખાતે સ.પ.સ. જળ સંચય યોજનાના ચેરમેન ભરતભાઇ બોઘરાની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામા આવેલ. જેમાં સુરેન્દ્રનગર શહેરી વિસ્તારના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત તેમજ એન.એફ.એસ.એ. કાર્ડ ધરાવતા લાભાર્થીઓને મહાનુભાવોની ઉપસ્થિતિમાં અનાજ વિતરણ કરવામાં આવેલ. તદુપરાંત પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે યોજાનારા વર્ચ્યુઅલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવેલ.

જુનાગઢ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ : સુશાસન ઉજવણીના શ્રેણીબંધ કાર્યક્રમો પૈકી આજે તા.૩ ઓગસ્ટના રોજ જૂનાગઢ જિલ્લામાં અન્નોત્સવની ઉજવણી કરાયેલ. જિલ્લામાં ૩૮૫ થી વધુ એફ.પી.એસ. કેન્દ્રો પરથી લાભાર્થીઓને વિના મુલ્યે અનાજનું વિતરણ કરવામાં આવેલ.

જૂનાગઢ શહેરમાં ૧૫ સ્થળોએ જિલ્લાની ૭ નગરપાલિકામાં ૧૨ જેટલા કેન્દ્રો ૫૨ અને ૩૫૭ થી વધુ કેન્દ્રો પર ગ્રામ્ય વિસ્તારમાં લાભાર્થીઓને અનાજનું વિતરણ કરાયેલ હતું.

આ પ્રસંગે ગ્રામ્યગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઇ બેરા જૂનાગઢ સ્થિત નરસિંહ મહેતા વિદ્યાલય ખાતે તેમજ મેયરશ્રી ધીરૂભાઇ ગોહેલ,કલેકટરશ્રી રચિત રાજ,મ્યુ.કમિશનર આર.એમ.તન્ના સહિત અધિકારી,પદાધિકારીઓ ઉપસ્થિત રહેલ. 

(11:54 am IST)