Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

જૂનાગઢ કૃષિ યુનિ.ના ફાર્મમા વૃક્ષારોપણ

જૂનાગઢઃ કૃષિ યુનિવર્સિટીના કપાસ સંશોધન કેન્દ્રના ફાર્મ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવેલ. જેમાં વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ. આ કાર્યક્રમના અધ્યક્ષ ડો. વી.પી. ચોવટીયા, કુલપતિ - કૃષિ યુનિવર્સિટી ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમમાં યુનિ.ના વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. એચ.એમ. ગાજીપરા તેમજ કુલસચિવ ડો. પી.એમ. ચૌહાણ અને વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃતિના નિયામક ડો. વી.આર. માલમ અને હિસાબ નિયામકશ્રી એસ.કે. જેઠાણી ઉપસ્થિત રહેલ. વૃક્ષારોપણના કાર્યક્રમમાં વિવિધ નાળીયેરી, લીમડા, જાંબુડા અને અન્ય વૃક્ષોનું વાવેતર કરી બદલાતા પર્યાવરણની આડ અસરો ઓછી કરવાના ભાગરૂપે આ કાર્યક્રમ કરવામાં આવેલ. આ તકે ડો. જી.કે. કાતરીયા, સંશોધન વૈજ્ઞાનિક (કપાસ)એ સૌ અધિકારીઓને આવકારેલ અને આ ઉપરાંત આ કાર્યક્રમને પ્રોત્સાહન આપવા વિવિધ કોલેજના આચાર્ય અને ડીનશ્રીઓ તેમજ વિભાગીય વડાઓ અને યુનિટ હેડ ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા કપાસ સંશોધન કેન્દ્રના ડો. એમ.જી. વળુ, ડો. અમિત એમ. પોલરા, પ્રો. ડી.કે. ડાવરા, જી.વી. દુલેરા, કે.વી. ગોંડલીયા અને જે.ટી. દેસાઈએ જહેમત ઉઠાવેલ હતી અને ફાર્મ મેનેજર ડો. એ.એમ. પોલરાએ આભારવિધિ કરી હતી. વૃક્ષારોપણની તસ્વીર.

(11:55 am IST)