Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

કોડીનારમાં બેંક ગ્રાહકને ૪૦૦૦નો ડામ

ઓનલાઇન પૈસા ટ્રાન્સફર બાદ સામે વાળાને પૈસા ના મળતા પોલીસમાં રજુઆત

કોડીનાર,તા.૩ : કોડીનારના એક ગરીબ બેંક ગ્રાહકે પૈસા ટ્રાન્સફર કરતા ખાતામાંથી પૈસા કપાઈ ગયા હોવા છતાં સામાં વાળા વ્યકિતને પૈસાના મળતા અને આ અંગે બેંકમાં વારંવાર રજુઆત કરવા છતાં ગલ્લા તલ્લા કરવામાં આવતા ગરીબ બેંક ગ્રાહકને બેંક નો કડવો અનુભવ થતાં ગ્રાહકે કંટાળીને છેવટે આ અંગે પોલીસ માં રજુઆત કરી ઘટતું કરવા માંગ કરી હતી.આ અંગે શબ્બીર ગુલામ હૈદર શેખે પોલીસ રજુઆત માં જણાવ્યા મુજબ તેમણે ગત તા.૧૪/૭/૨૧ ના પોતાના એકસીસ બેંક ના એકાઉન્ટ માંથી આઈ.એમ.પી.એસ. દ્વારા એસ.બી.આઈ.બેંક માં ખાતું ધરાવતા ઇકબાલ ભાઈ ના એકાઉન્ટ માં રૂ.૪૦૦૦- ટ્રાન્સફર કરતા શબ્બીર ભાઈ શેખ ના એકાઉન્ટ માંથી પૈસા કપાઈ ગયા હોવા છતાં આજ દિન સુધી ઈકબાલભાઈ ના ખાતા માં જમા ન થતા અને આ અંગે બંન્ને બેંકના મેનેજરોને વારંવાર રજુઆત કરવા છતાં હજુ સુધી કોઈ નિવેડો ન આવતા શબ્બીરભાઈ શેખે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી.

(11:56 am IST)