Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

વાંકાનેરમાં વૈદેહી ચેરીટેબલ ટ્રસ્ટના લાભાર્થે નિઃશુલ્ક સર્વરોગ નિદાન-રકતદાન કેમ્પ યોજાયો

વાંકાનેર : ઝાલા ક્ષત્રીય સમાજના સ્વ. ડી. એન. ઝાલા, આર. એમ. સી. કોમ્યુનિટી હોલ, જલજીત અંજલી પાર્ક-વાંકાનેર ખાતે ગઇકાલે યોજાયેલા સર્વ નિદાન કેમ્પમાં હજારો લોકોએ ગંભીર બિમારીના નિદાનનો લાભ લીધો હતો. ડો. અંકુર પાચાણી, ડો. નિખીલા પાચાણી, ડો. કુંજેશ રૂપાપરા, ડો. જયદિપ ભીમાણી, ડો. આકાશ પાચાણી, ડો. નિકીતચા ભરપોડા, ડો. પુજા પાચાણી, ડો. નિલેશ જે. પટેલ સહિતના ડોકટરોએ, માથા, કમર, બ્લડ પ્રેસર, છાતી તથા હાર્ટ એટેક, ફેફસાને લગતી તથા સ્તનની ગાંઠ, થાઇરોઇડ, સારણગાંઠ, હાડકા ફ્રેકચરના ખોડખાંપણ સ્નાયુના દુઃખાવા, પગની ગાંદી, વંધ્યત્વ નિવારણ, કેન્સર, ચહેરાની જન્મજાત વિકૃતિઓ, વગેરે રોગોના નિદાન કરાયા હતાં. ડો. સ્વ. ડી. એન. ઝાલા ક્ષત્રીય સમાજના ક્ષત્રીય આગેવાનો, જેવા કે ડો. ભરતસિંહ ઝાલા, હરદેવસિંહ, હરીશ્ચન્દ્રસિંહ, જયુભા તથા તેના ગ્રુપના યુવા ક્ષત્રીય આગેવાનોએ આ સર્વરોગ નિદાન કેમ્પને સફળ બનાવવામાં જહેમત ઉઠાવી હતી. ઉદઘાટન સમયે ક્ષત્રીય આગેવાનો સાથે ડો. અંકુર પાચાણીએ પ્રસંગ અનુસાર આવા સર્વ નિદાન કેમ્પને કોઇપણ જગ્યાએ યોજવા અને અમોને તેની જાણ કરવા અપીલ કરી હતી. (તસ્વીર - અહેવાલ : મહમદ રાઠોડ-વાંકાનેર)

(11:56 am IST)