Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

ઉના પાસે કારમાં ઈંગ્લીશ દારૂની ૪૦૪ બોટલો લઈ જતો શખ્સ ઝડપાયો

ઉના, તા. ૩ :. પોલીસે વેરાવળ રોડ ઉપર મોટર કારમાં છુપાવી કોડીનાર લઈ જવાતો ૪૦૪ ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક શખ્સને પકડી પાડયો અને બીજા એક શખ્સનું મદદગારીમાં દારૂમાં નામ ખુલતા તેની સામે ગુનો દાખલ કર્યો છે.

ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર જીલુભા વી. ચુડાસમા, પીએસઆઈ એચ.વી. ચુડાસમા તથા સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ પી.પી. બાંભણીયા તથા સ્ટાફ બાતમીના આધારે ઉના-વેરાવળ નેશનલ હાઈવે રોડ પાસે આનંદવાડી પાસે પીળા કલર જેવી લકઝરીયસ મોટર કાર નંબર જીજે ૩૨ કે ૪૦૨ નંબરવાળી રોકાવતા મોટર ચાલક અશ્વિન મેકરણભાઈ મેવાડા મુ. સીલોજ, તા. ઉનાની પૂછપરછ કરતા મોટરમાં છૂપાવી લઈ જતો ઈંગ્લીશ દારૂની પાસ પરમીટ વગરની બોટલ નંગ ૪૦૪ રૂ. ૨૮ હજાર ૨૫૦ તથા પાંચ લાખ રૂપિયાની મોટર કાર મળી કુલ રૂ. ૫,૨૮,૨૫૦ મુદ્દામાલ પકડી પાડેલ હતો.

આ દારૂનો જથ્થો ધવલ ઉર્ફે ધર્મેશ રામભાઈ બારડ રે. કોડીનારવાળાએ ભરાવી આપેલ હોય હાજર ન મળી આવતા તેની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી કોર્ટમાં રીમાન્ડ માટે લઈ જવાયો છે.

(11:59 am IST)