Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

જુનાગઢ જિલ્લામાં શિક્ષણ પરિવાર દ્વારા જ્ઞાનશકિત દીનની કલેકટર રચિત રાજની ઉપસ્થિતિમાં ઉજવણી

૩ર સ્થળોએ કાર્યક્રમ યોજાયો - આર. એસ. ઉપાધ્યાય

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૩ :.. સમગ્ર રાજયમાં સૌનો સાથ સૌનો વિકાસ મંત્રને સાર્થક કરતી ગુજરાત સરકારના પાંચ વર્ષ પુર્ણ થતા અનેક લોકહિતના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

આ અંગે માહિતી આપતા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી આર. એસ. ઉપાધ્યાયએ જણાવ્યુ હતું કે જ્ઞાનશકિત દિનની ઉજવણી નિમિતે જીલ્લા કલેકટરશ્રી રચિતરાજના અધ્યક્ષ સ્થાને  ડી. ડી. ઓ. શ્રી મિરાંત પરીખ મ્યુ. કમિશનરશ્રી આર. એમ. તન્ના સહિતના અધિકારીઓની ઉપસ્થિતીમાં જુનાગઢ જિલ્લામાં ૩ર સ્થળો પર શિક્ષણ પરિવાર દ્વારા કાર્યક્રમ યોજાયેલ જેમાં જ્ઞાનકુંજ પ્રોજેકટ આઇસીટીલેબ રાજપરા માધ્યમિક શાળા ખાતે મર્હુત બીઆરસી ભવન જુનાગઢ બામણ ગામ માધ્યમિક શાળા કસ્તુરબા ગાંધી બાલિકા ભવનની હોસ્ટેલ સમઢીયાળા  તાલુકા નામે દરેક પ્રાથમિક શાળાના ઓરડા, માણાવદર બીઆરસી ભવન બામણગઢ સહિતના ગામોમાં રાજય સરકાર દ્વારા જ્ઞાન શકિત દિનની ઉજવણીના ભાગરૂપે કલેકટરશ્રી રચિત રાજના માર્ગદર્શન હેઠળ જિલ્લાઓમાં શિક્ષણ વિભાગ શાળા શિક્ષણ અંતગર્ત નવીન ઓરડાના ખાતમુર્હુત લોકાર્પણ જ્ઞાનકુંજ પ્રોજેકટ હેઠળ કાર્યક્રમ યોજાયેલ. 

(12:55 pm IST)