Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

વેરાવળ સુભાષ રોડના વેપારીએ મહીલા પાસે બિભસ્ત માંગણી કરતા ખળભળાટ

પોલીસે છેડતીનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૩: સુભાષ રોડ ઉપર ચંપલ ની દુકાન ધરાવતા વેપારીએ તેનીજ દુકાન માં નોકરી કરતી મહીલાએ મજુરીના પૈસા માંગતા વેપારીએ બિભસ્ત માંગણી કરતા ભારે ખળભળાટ મચેલ છે.

વેપારી ગાંધીચોકના પી.એસ.આઈ મોઢવાડીયા એ જણાવેલ હતું કે સુભાષ રોડ ઉપર ગોપાલભાઈ રામચંદાણી સન ફુટવેર વાળાને ત્યાં મહીલા કામ કરતી હોય તેણે મજુરીના પૈસા માંગેલ હોય બન્ને પતિ પત્ની સાથે કામ કરતા હોય તેથી તેના પતિ આઘાપાછા થયેલ હોય ત્યારે મહીલાને કહેલ કે તું મારી સાથે સેટીગ કર એટલે તારો બધો હીસાબ પતાવી દવ સીધે સીધે બિભસ્ત માંગણી કરતા મહીલા ગભરાઈ ગયેલ હતી અને તેમને દુકાન છોડી દીધી હતી ત્યારબાદ પોલીસમાં વિગતો જણાવતા પોલીસે દુકાન માલીક સામે ૩પ૪(એ) મુજબ ગુનો દાખલ કરેલ છે.

તપાસનિસ અધિકારીએ જણાવેલ હતું કે સુભાષ રોડમાં દરરોજ આખા વિસ્તારની હજારો મહીલાઓ આવક જાવક કરતી હોયદુકાન માં યુવતીઓ મહીલાઓના ચંપલો નો વેપાર હોય જેથી ગંભીરતાથી ફરીયાદ ઘ્યાને લીધેલ છે વેપારીનો ગાંધીનગર લઈ જઈ ટેસ્ટ કરાવવામાં આવશે મહીલા દ્રારા માંગ કરાઈ છે કે તેમના મોબાઈલ ફોન જપ્તે કરવામાં આવે તેમાં અનેક અસાધારણ વસ્તુઓ પણ મળશે મારા જેવી મહીલાઓ આવા વેપારીઓના ભોગ બને નહી તે માટે પોલીસ પાસે ન્યાયની અપેક્ષા સાથે કડક સજા કરવા માંગણી કરાયેલ છે.

(12:56 pm IST)