Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

અમરેલીમાં કોંગ્રેસ દ્વારા શિક્ષણ બચાવો અભિયાન અંતર્ગત વિરોધ પ્રદર્શન : અટકાયત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૩ : અમરેલી શહેરમાં શિક્ષણ બચાવો અભિયાન અંતર્ગત અમરેલી શહેરમાં ચિતલ રોડ ખાતે આવેલ નૂતન સ્કૂલ પાસે કૉંગ્રેસપક્ષના કાર્યકરો મોટી સંખ્યામાં પહોચ્યા હતા અને પ્લે કાર્ડ બતાવી વિરોધ પ્રદશન કર્યું હતું

શિક્ષણ બચાવો .બંધ કરો બંધ કરો શિક્ષણ નો વેપાર બંધ કરો ના નારા ગુજયાં હતા આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ ડિ કે  રૈયાણી   અમરેલી શહેર કૉંગ્રેસ પ્રમુખ સંદીપ પંડ્યા અમરેલી તાલુકા કૉંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી, ગુજરાત પ્રદેશ મહિલા કૉંગ્રેસ ના મહામંત્રી હંસાબેન જોશી, જમીલાબેન નગર પાલિકા સદસ્ય કંચન બેન પરમાર, ચંદુ બારૈયા નારણભાઈ મકવાણા, નગર પાલિકા સદસ્ય અશરફ રાઠોડ, જગદીશ પાનસૂરિયા.શિક્ષક સેલ ના વસરા સાહેબ ગોહિલ સાહેબ પરવેઝ ભાઇ ચૌહાણ જળુંભાઈ, આકાશ કાનપરિયા વસંત કાબરીયા જમાલ મોગલ હિરેન ટીમાંણિયા ચેતન ભટ્ટ રમેશભાઈ ગોહિલ ભાઈ રમેશભાઈ પી ગોહિલ સહિતના કોંગ્રેસ પક્ષના તમામ સંગઠન ના હોદ્દેદારશ્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, તમામ ચૂંટાયેલા પૂર્વ નેતા ઓ, તમામ પૂર્વ પ્રમુખ શ્રી ઓ  અને કોંગ્રેસની વિચારધારાને અનુસરતા તમામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં  આ કાર્યક્રમ  જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ ડિકે રૈયાણી ની આગેવાની માં અમરેલી શહેર કૉંગ્રેસ પ્રમુખ સંદીપ પંડ્યા, અમરેલી તાલુકા કૉંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીએ આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી અને અમરેલી શહેરમાં જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હર્તું. 

(12:57 pm IST)