Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

બાબરા તાલુકા અને શહેરમાં સેવા સેતુ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો

જીલ્લા પંચાયતના કારોબારી ચેરમેન નિતિનભાઈ રાઠોડ, બીપીનભાઇ રાદડીયા, મહેશભાઇ ભાયાણી, ભરતભાઇ બુટાણી સહિત આગેવાનોના હસ્તે સહાય ચેક પ્રમાણપત્ર અપાયા

(દિપક કનૈયા દ્વારા) બાબરા, તા.૩: ભાજપ સરકારના સુસાશનના પાંચ વર્ષ પૂર્ણ થતા અને આદરણીય રાજય સરકાર ના મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીના જન્મ દિવસ પ્રસંગે મહાનગરપાલિકા નગરપાલિકા શહેર અને તાલુકામાં સરકાર દ્વારા સેવા સપ્તાહ ની જાહેરાત કરવામાં આવી હતી જેને સેવા સેતુ કાર્યક્રમ સહિત સરકાર દ્વારા આઠ દીવસ સુધી છેવાડાના માનવી સુધી સહાયતા કાર્યકમનુ આયોજન કરવામાં આવ્યું છે સરકારી તંત્ર દ્વારા બાબરા શહેર અને તાલુકામાં વાડળીયા ગામે તેમજ બાબરા મામલતદાર કચેરી ખાતે સેવા સેતુ કાર્યક્રમનુ આયોજન કરાયુ હતું જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીએ લાભ લીધો હતો.

આ તકે અમરેલી જિલ્લા પંચાયત ના કારોબારી ચેરમેન નિતિનભાઈ રાઠોડ મામલતદાર શ્રી. ધર્મેશ બગસરીયા, તાલુકા વિકાસ અધિકારીશ્રી , નગરપાલિકા ચિફ ઓફીસર રધુવિરશીહ ઝાલા, શહેર ભાજપ આગેવાન બીપીનભાઇ રાદડીયા નગરપાલિકા ના પ્રમુખ લલીતભાઇ આંબલીયા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી મહેશભાઇ ભાયાણી જીલ્લા પંચાયતના સદસ્ય હીંમત ભાઇ દેત્રોજા તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઇ બુટાણી, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ ખોખરીયા, તાલુકા ભાજપ મહામંત્રી રાજુભાઇ વિરોજા શહેર ભાજપ ઉપપ્રમુખ અલ્તાફ ભાઇ નથવાણી નગરપાલિકા ઉપ પ્રમુખ વસંતભાઇ તૈરેયા ભુપતભાઇ બસીયા ધમાભાઇ વાવડીયા મધુભાઇ ગેલાણી અસોકભાઇ રાખોલીયા સહિત આગેવાનો કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા લાભાર્થીઓએ સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી મેળવી હતી અને લાભ લીધો હતો.

(12:58 pm IST)