Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

મોરબીમાં સેવા સેતુ અંતર્ગત લાભાર્થીઓને ૫૭ જેટલી સેવાઓનો સ્થળ પર જ લાભ

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા.૩ : મોરબીખાતે સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓને ૫૭ જેટલી સેવાઓનો લાભ સ્થળ પર જ અપાયા.

રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વ હેઠળની સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતાં રાજયના નાગરિકોને રાજયની સેવાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમના બીજા દિવસે સંવેદના દિવસ અંતર્ગત મોરબી એપીએમસી ખાતે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતો, કુટીર ઉદ્યોગના મંત્રી જયેશભાઇ રાદડીયાના અધ્યક્ષસ્થાને સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કોરોના કાળમાં અનાથ થયેલા બાળકોને સહાય કિટોનું પણ વિતરણ અગ્રણીઓના હસ્તે કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લામાં એક વાલી ગુમાવનાર ૨૫૯ બાળકોને માતા-પિતા બન્ને ગુમાવનાર ૧૫ બાળકો એમ કુલે ૨૭૪ બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત સહાય રાજય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે.સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત મોરબી એપીએમસી ખાતે રાજય સરકારની ૫૭ જેટલી સેવાઓનો લાભ નાગરિકોને એક જ સ્થળે મળી રહે તે માટે વિવિધ વિભાગો દ્વારા અધિકારીઓએ સ્થળ પર હાજર રહીને લાભાર્થીઓને અનેકવિધ લાભો આપ્યા હતા.

કાર્યક્રમના પ્રારંભે મોરબી પ્રાન્ત અધિકારી ડી.એ. ઝાલા દ્વારા સ્વાગત પ્રવચન, મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા તેમજ એપીએમસીના વાઈસ ચેરમેન મગનભાઈ વડાવીયાએ પ્રસંગોચિત્ત્। ઉદ્દબોધનો તેમજ કાર્યક્રમના અંતે મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર ગીરીશ સરૈયા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.

મંત્રી જયેશભાઇ રાદડીયાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, એપીએમસીના વાઇસ ચેરમેન મગનભાઇ વડાવીયા, જિલ્લા ભાજપ સંગઠન મહામંત્રી જયુભા જાડેજા, શહેર ભાજપ સંગઠન પ્રમુખ લાખાભાઇ જારીયા, અધિક કલેકટર એન.કે.મુછાર, મોરબી પ્રાન્ત અધિકારી ડી.એ. ઝાલા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અનીલાબેન પીપળીયા, જિલ્લા બાળ અને મહિલા અધિકારી વિપુલભાઈ શેરશીયા, મામલતદાર જી.એચ. રૂપાપરા, નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશ સરૈયા સહિત પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ લાભાર્થી ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના સમાપન બાદ મોરબી કોરોના કાળમાં અનાથ બનેલા ભૂલકાઓ સાથે મંત્રી રાદડીયાએ ભોજન કરવા સાથે હળવાફૂલ બની બાળકો સાથે મનભરી વાતો પણ કરી હતી.આ તકે સ્થાનિક અધિકારીઓ પદાધિકારીઓ પણ સાથે રહ્યા હતા.

(1:05 pm IST)