Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

મોરબીમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન હલ્લાબોલ

મોરબી : મોરબી જીલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જયંતીભાઈ પટેલની આગેવાની હેઠળ આજે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પ્રજાને આરોગ્યની સુખાકારી મળે તે માટે તાયફાઓ કરતી સરકારને જગાડવા વિરેઓધ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. કોરોનાની બીજી લહેરમાં લોકોને ઓકસીજન, ઇન્જેકશન મેળવવા રઝળપાટ કરવી પડી હતી અને બેડના અભાવે દર્દીના સગાઓ પણ પરેશાન થયા હતા જે સરકારની નિષ્ફળતા હોય છતાં સરકાર ઉજવણી કરી પૈસાનું પાણી કરતી હોય જેથી કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમા રમેશભાઈ રબારી, કે. ડી. બાવર્વા, મહેશ રાજયગુરૂ સહિતના અગ્રણી, કાર્યકરો જોડાયા હતા. પોલીસે કેટલાક કાર્યકરોની અટકાયત કરતા કોંગીજનોમા રોષ વ્યાપી ગયો હતો.

(1:06 pm IST)