Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

ધોરાજી સરકારી કન્યા વિદ્યાલય ખાતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત વિનામૂલ્યે અનાજ વિતરણ કાર્યક્રમ યોજાયો

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ગરીબ પરિવારોને કરોના મહામારીમાંથી નવું જીવતદાન મળ્યું છે:કિશોરભાઈ રાઠોડ: સમારોહમાં ધોરાજીના મામલતદાર કિશોર જોલાપરા અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી તેમજ જીલ્લા મહામંત્રી કિશોરભાઈ રાઠોડ મનીષભાઈ કંબોડિયા મહેશભાઈ પટેલ જનકસિંહ જાડેજા સહિત અગ્રણીઓ ઉપસ્થિત

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી : ધોરાજી સરકારી કન્યા વિદ્યાલય ખાતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત વિનામૂલ્યે અનાજ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો
સમારોહના અધ્યક્ષ સ્થાને અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી તેમજ ભારતીય જનતા પાર્ટી રાજકોટ જીલ્લા મહામંત્રીobc કિશોરભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા  આ પ્રસંગે મુખ્ય અતિથિ ધોરાજીના મામલતદાર કિશોર જોલાપરા યુવા ભાજપના જિલ્લા મંત્રી મહેશભાઈ પટેલ ધોરાજી શહેર ભાજપ મહામંત્રી મનીષભાઈ કંડોલીયા ધોરાજી તાલુકા ભાજપ મહામંત્રી જનકસિંહ જાડેજા ધોરાજી તાલુકા પંચાયત કારોબારી ચેરમેન સુરેશભાઈ ગજેરા ધોરાજી નગરપાલિકા ભાજપના સુધરાઇ સભ્ય કિશોરભાઇ વઘાસીયા ધોરાજી શહેર ભાજપ ઉપાધ્યક્ષ કૌશિકભાઇ વાગડિયા ધોરાજી શહેર બક્ષીપંચ મોરચાના પ્રમુખ જીગ્નેશભાઈ નગરીયા મહામંત્રી રાજુભાઈ સોલંકી નિવૃત આર્મીમેન ગંભીરસિંહ વાળા ધોરાજી સરકારી કન્યા વિદ્યાલયના પ્રિન્સિપાલ વી.વી.સેજાણી વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
  સમારોહના અધ્યક્ષ સ્થાનેથી કિશોરભાઈ રાઠોડ એ જણાવેલ કે આજે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ગુજરાતમાં 17000 વ્યાજબી ભાવની દુકાન ઉપર થી ગરીબ પરિવારોને વિનામૂલ્યે પાંચ કિલો ગ્રામ વજનનું અનાજ સાથે થેલી અર્પણ કરવાના છે
જેના ભાગરૂપે ધોરાજીમાં પણ ગરીબ પરિવારોને આજે ત્રણ સ્થાનો ઉપર થી કુલ ૨૭ સસ્તા અનાજની દુકાન મારફતે વિનામૂલ્યે અનાજ આપવાના કાર્યક્રમમાં ખાસ જણાવવાનું કે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ કોરોના મહામારી ના સમયમાં ગુજરાતના ગરીબ પરિવારોને ખાસ ધ્યાન રાખ્યું છે અને અંદાજે સાડા ત્રણ કરોડ થી વધુ લોકોને વિનામૂલ્યે કોરોના મહામારી ના સમયમાં અનાજ આપ્યું છે એવી જ રીતે ફરી બીજા રાઉન્ડમાં આજે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાત ઓનલાઈન સંબોધન કરવાના છે અને ઓનલાઈન અનેક પરિવારો સાથે ગરીબ પરિવાર સાથે વાત કરવાના છે જે  ના માધ્યમથી ગુજરાતના અનેક ગરીબ પરિવારોને પાંચ કિલો અનાજ દરેક કુટુંબ દીઠ એક કીલો ચણા નું વિતરણ કરવાનું છે જે આજે ધોરાજીની જનતાને પણ આ લાભ મળવાનો છે મારે એટલું જ કહેવું છે કે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબો માટે અનેક ચિંતાઓ કરી છે જેમને કોરોના મહામારી ના સમયની અંદર ગરીબોને વિનામૂલ્યે ગેસ જોડાણ સાથે ચૂલા આપ્યા સાથે સાથે ગરીબ લોકોને વિનામૂલ્યે બેંકમાં ખાતા ખોલાવી દીધા અને એવા કપરા સમયમાં ગરીબ મહિલાઓના ખાતામાં રૂપિયા એક હજાર જમા કરાવી દીધા હતા અને એટલું જ નહીં એટલા જ કપરા સમયમાં દરેક લોકોને વિનામૂલ્યે અનાજ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના માધ્યમથી સરકારે આપ્યું છે એ આપણે કેમ ભૂલી શકીએ હું ગરીબોને એટલા માટે કહું છું કે ગરીબ ખેડૂતોને પણ એમના બેન્ક એકાઉન્ટ ની અંદર બે હજાર રૂપિયા દર મહિને જમા કરાવે છે વિધવા મહિલાઓને વિધવા પેન્શન યોજના છે જે ધોરાજીની જનતાને ધોરાજી મામલતદાર કચેરી તાલુકા પંચાયત કચેરી તેમજ ધોરાજી નગરપાલિકા કચેરી ખાતેથી આ યોજનાનો લાભ મળી રહ્યો છે અને જે વંચિત છે તેવા પરિવારોએ પણ ધોરાજીના મામલતદાર ને મળી અને આ યોજનાના લાભ લેવા પણ વિનંતી કરી હતી.
ધોરાજી મામલતદાર કિશોરભાઈ જોલાપરા ની વાત કરતા જણાવેલ કે ખૂબ જ સરળ વ્યક્તિ છે ધોરાજીના ગરીબો માટે ખૂબ જ ચિંતાઓ કરે છે કંઈ પણ જરૂર હોય તો વિના સંકોચે ધોરાજી મામલતદાર કચેરીનો સંપર્ક કરવા ગરીબોને વિનંતી કરી હતી
કાર્યક્રમના અંતે ગુજરાત સરકાર દ્વારા યોજાયેલ ખાસ કાર્યક્રમો લાઈવ પ્રસારણ  વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી શ્નીતિનભાઇ પટેલ અને અન્ન  પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયા તેમજ સાંસદ જશવંતસિંહ ભાભોરનો લાઈવ પ્રસારણ નિહાળ્યો હતો અને અંતમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગરીબ પરિવારો સાથે નો સંવાદ સૌ એ નિહાળ્યો હતો અને તેમનું માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું બાદ ધોરાજીની 27 સસ્તા અનાજની દુકાન ના માધ્યમથી સરકારી કન્યા વિદ્યાલય ખાતે નવ દુકાન ધારકો દ્વારા ગરીબ પરિવારોને વિનામૂલ્યે રાસન કીટ મહેમાનો કિશોરભાઈ રાઠોડ મામલતદાર કિશોર જોલાપરા મનીષભાઈ કંડોલિયા જનકસિંહ જાડેજા સુરેશભાઈ ગજેરા કિશોરભાઈ વઘાસીયા કૌશિકભાઇ વાગડિયા જીગ્નેશભાઈ નગરીયા રાજુભાઈ સોલંકી ગંભીરસિંહ વાળા વી.વી સેજાણી વિગેરે મહેમાનોના હસ્તે અર્પણ કરવામાં આવી હતી
કાર્યક્રમને સફળ કરવા માટે ધોરાજી મામલતદાર કચેરીના નાયબ મામલતદાર નંદાણીયા ભાઈ ભરતભાઈ જાગાણી સહિત સ્ટાફ એ જહેમત ઉઠાવી હતી
કાર્યક્રમનું સંચાલન કન્યા વિદ્યાલયના આચાર્ય વિ.વી. સેજાણી એ કર્યું હતું

(7:16 pm IST)