Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

મોરબીના ઉમાટાઉનશીપમાં ચાલતા જુગારધામમાં સાત મહિલાઓ ઝડપાઈ

બી ડીવીઝન પોલીસે દરોડો પાડી ત્યાં જુગાર રમતી સાત મહિલાઓને રૂ. ૧,૭૬,૯૫૦ના મુદામાલ સાથે લીધી

મોરબીના ઉમા ટાઉનશીપમાં એપાર્ટમેન્ટમાં રહેણાંક મકાનમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે બી ડીવીઝન પોલીસે દરોડો પાડી ત્યાં જુગાર રમતી સાત મહિલાઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
 મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરા તથા રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ મોરબી બી ડીવીઝન પી આઈ વિરલ પટેલની સૂચનથી પીએસઆઈ એ એ જાડેજા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફના વનરાજભાઈ ચાવડાને બાતમી મળેલ કે ઉમા ટાઉનશીપમાં આવેલ વિનાયક એપાર્ટમેન્ટ ડી-૧૦૩ માં રહેતા કિરણબેન પ્રવીણભાઈ બુડાસણા બહારથી મહિલાઓ બોલાવી જુગાર ધામ ચલાવતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો કરતા ત્યાં જુગાર રમતા કિરણબેન પ્રવીણભાઈ બુડાસણા ભગવતીબેન સુરેશભાઈ રાંકજા, રીંકલબેન જયેશભાઈ ચીકાણી, જોષનાબેન રાકેશભાઈ સોરઠીયા, નીલમબેન અમિતભાઈ થોરિયા અને તારાબેન હરેશભાઈ વિલપરાને કુલ મુદામાલ કીમત રૂ. ૧,૭૬,૯૫૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી બી ડીવીઝન પોલીસની આ કામગીરીમાં પીએસઆઈ એ એ જાડેજા, પી એસ આઈ એલ એન વાઢીયા, દિનેશભાઈ હનાભાઈ, વનરાજભાઈ ચાવડા, ભગવાનભાઈ રામજીભાઈ, ભગીરથભાઈ દાદુભાઈ, રમેશભાઈ રાજાભાઈ, ઋતુરાજસિંહ ધર્મેન્દ્રસિંહ, ઇકબાલભાઈ સુમરા, પ્રદીપસિંહ ઝાલા, કલ્પેશભાઈ ગાંભવા, વનીતાબેન જેઠાભાઈ, નંદાબેન ખાંભલા સહિતની ટીમે કરેલ છે

 

(11:01 pm IST)