Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

મોરબી : “નિષ્ફળતાની ઉજવણી કરો, શરમ કરો રૂપાણી” ના બેનરો સાથે કોંગ્રેસનો વિરોધ

અન્ન અધિકાર અભિયાનમાં કોંગ્રેસના ગુજરાત પ્રભારી પણ જોડાયા

મોરબી : રાજ્ય સરકારના પાંચ વર્ષની ઉજવણીની સામે કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી રહી છે જેમાં આજે સરકારના અન્ન યોજનાની સામે કોંગ્રેસ દ્વારા અન્ન અધિકાર અભિયાન ચલાવી નહેરુ ગેઇટ ચોકમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું

 ગુજરાત કોંગ્રેસ પ્રભારી જીતેન્દ્ર બધેલ, મોરબી જીલ્લા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ જયંતીભાઈ પટેલની આગેવાની હેઠળ કોંગ્રેસ કાર્યકરો અને આગેવાનોએ નહેરુ ગેઇટ ચોકમાં ધરણા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં તેલના ખાલી ડબ્બા સાથે મોંઘવારી સામે વિરોધ નોંધાવી અન્ન અધિકાર અભિયાન ચલાવ્યું હતું તો ગુજરાતમાં દારૂ સસ્તો અને તેલ મોંઘુ તેવા બેનરો બતાવી વિરોધ કર્યો હતો નિષ્ફળતાની કરો ઉજવણી શરમ કરો રૂપાણી તેવા પોસ્ટર સાથે રાખીને પણ કોંગ્રેસી કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો જેના પગલે પોલીસે કોંગ્રેસી કાર્યકરોને ડીટેઈન કર્યા હતા

(11:22 pm IST)